________________
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ પ
નજરે સાધુઓની દૃષ્ટિ ટુંકી થઇ ગયેલી અથવા તદ્ન ગયેલી દેખાય તે પણ હે રાજન! તેઓને અંધ કહી શકાય નહિ, કારણ કે તે કદિ કામાંધ થતા નથી, થાય તેવા તેમને સંયોગો પણ નથી અને તેમાં એ દશા સંભવિત પણ નથી. આ પ્રમાણે હકીકત હાવાથી આ સર્વ પ્રાણીઓને મેં અંધ કહ્યા અને મને પાતાને સુંદર આંખાવાળા અને સારી ચક્ષુઓવાળા જણાવ્યા.
tr
૮ (૧૨). હે રાજન ! ઘરબારી ગૃહસ્થા પરાધીન કેવી રીતે છે અને સાધુ સ્વતંત્ર કેવી રીતે છે તે તને હવે સમપરાધીનતા. જાવું. ખાઘ નજરે તે ગૃહસ્થા ઘણા સ્વતંત્ર અને પેાતાની જાત ઉપર આધાર રાખનારા દેખાય છે પણ બરાબર બારિકાથી એ મામતમાં ઊંડા ઉતરશે એટલે તમને તદ્દન જૂદી જ હકીકત માલૂમ પડશે. સંસારી જીવાનાં પુત્ર સ્ત્રી વિગેરેના પ્રેમ તેના ઉપર કેટલીક વાર દેખાય છે, પણ પરમાર્થનજરે વાસ્તવિક એહ હાવા તે સંભવિત જ નથી. એ સગાસંબંધી જૂદાં જૂદાં કર્મોથી એકઠા થયેલા હોય છે. તેનું ભરણપોષણ કરવામાં આ પ્રાણી સર્વદા ઉદ્યત રહે છે, ખડે પગે તૈયાર રહે છે, નિરંતર ચિંતાગ્રસ્ત રહે છે. એમાં અત્યંત ખેદની મામત એ છે કે આ મૂઢ પ્રાણીઓ એ દરેક બાબતના ખરા પરમાર્થ જાણતા નહાવાથી એને સ્ત્રી પુત્રનું પાલનપેાષણ કરવાની આમત એટલી બધી વહાલી લાગે છે કે એની વાત જ થઇ શકે નહિ અને જાણે આ દુનિયામાં મુદ્દાની માઅત એ જ છે એમ તે સમજે છે. આવા ખાટા નિર્ણયને પરિણામે તે રાતદિવસ કલેશ-દુઃખ ખમે છે અને જાણે પોતે એક કામ કરનારા નાકર હાય તેવા થઇ જાય છે અને બિચારા પશુની જેમ રાતદહાડો વહીતરૂં કર્યા જ કરે છે, આખી રાત ચિંતાને લઇને 'ઘ પણ ન આવવાથી તળાઇમાં આળેાઢ્યા કરે છે, સુખે ખાતા નથી, પીતેા નથી અને આખા વખત પૈસા મેળવવાના વિચારમાં અને ખ્યાલમાં તેની ચિંતા કર્યા જ કરે છે અને એવું અસ્થિર કુટુંબ તેને જે હુકમ ફરમાવે છે તે પ્રમાણે કરવામાં વખત ગાળે છે
૧૨૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org