________________
પ્રકરણ ૧૨] ઉગ્ર-દિવ્ય દર્શન.
૧૨૩૩ પ્રકૃતિ જ એવા પ્રકારની પડી ગયેલી હોય છે કે જેટલું બને તેટલું પારકાનું હિત કરવું. એવા સંત પુરૂષે જે પારકાનું હિત કરવામાં અને પરોપકાર કરવામાં સર્વદા તૈયાર રહે છે અને જે પોતાના સુખને ધનને અને જીવતરને પણ એક તરખલા જેવાં ગણે છે તેઓ જાતે જ અમૃત કેમ નથી? (તેઓની પરોપકારવૃત્તિ અને પોતાની જાત તરફ બેદરકારીને લઈને તેઓને અમૃત કહેવા એ ઉચિત જ છે.) એટલા ઉપરથી એમ જણાય છે કે એવા મહાત્માઓ પોતાની જાતથી પોતાના ગમે તેટલા ધનને કે જીવનને ભોગે પણ પારકાનું હિત કરવા માટે નિર્ણય કરીને જ રહેલા હોય છે. ખરેખર, એવા મહાત્મા સંતો આ જીવનમાં જે પ્રયોજન સાધ્ય કરવા ઇચ્છતા હોય તે તેઓનું સિદ્ધ થયેલું જ છે એમ સમજવું, તેઓ ખરેખરા કૃતકૃત્ય છે, સાધ્ય પ્રયોજન છે, પ્રામકલ્યાણ છે. આ પ્રમાણે હોવાથી મને એમ ચોક્કસ લાગે છે કે એ (બુધ ભગવાન) મહાત્મા પોતે જાતે ઉદ્યમ કરીને મારા બંધુવર્ગને બંધ કરવા સારું આવું ઈચ્છારૂપ લઈને ખાસ આવ્યા છે. અરે હા ! એ ભગવાન્ મહાત્માએ મને રચૂડ મારફતે ખાસ કહેવરાવ્યું પણ હતું કે મારે દીનદુઃખીની શોધખોળ કરાવવી અને તેઓશ્રી અહીં અન્ય રૂપ લઈને બંધ કરવા સારું આવશે, વળી તેઓએ મને કહેવરાવ્યું હતું કે કદાચ હું તેઓશ્રી અહીં પધારે ત્યારે તેમને એળખી જાઉં તે પણ મારે તેમને વંદના કરવી નહિ. તેઓએ મને વધારામાં કહેવરાવ્યું હતું કે જ્યાં સુધી મેં જે કામ કરવા ધાર્યું છે (બંધુઓને બેધ આપવાનું) તે કામ સિદ્ધ ન થાય ત્યાં સુધી મારે તેમની કેઈને ઓળખાણ આપવી નહિ.
આ સર્વ વાત યાદ કરીને મહાત્મા આચાર્યની પરોપકારવૃત્તિની પિતાના હૃદયથી પ્રશંસા કરતાં વિમળકુમારે તેઓશ્રીને માનસિક નમસ્કાર કર્યો
नमस्ते ज्ञातसद्भाव! नमस्ते भव्यवत्सल!। नमस्ते मूढजन्तूनां सम्बोधकरणे पटो!॥ अज्ञानापारनीरेशसन्तारणपरायण!।
स्वागतं ते महाभाग! चारु चारु त्वया कृतम् ॥ “હે સર્વ સભાવ (વસ્તુનું થવાપણું-હેવાપણું)ના રાતા! તમને નમસ્કાર છે. અહો ભવ્ય પ્રાણીઓ તરફ પિતા જે પ્રેમભાવ રાખનાર! તમને નમસ્કાર છે! મૂઢ પ્રાણીઓને બોધ કરવામાં
૧ પ્રકરણ ૧, પૃષ્ઠ ૧૨૨ માં જે સંકેત ગુપ્ત રાખ્યો હતો તે અત્ર પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org