________________
૧૨૩૨
ઉપમિતિ ભવપ્રપંચો કથા [પ્રતાવ ૫ પિતે ધારે તેવું રૂપ કરી શકે તેવી તેમની શક્તિને ધન્ય છે! અહાહા! તેમની મારા ઉપર કેટલી દયા છે! અન્યના ઉપર ઉપકાર કરવાની એકસરખી તેઓશ્રીની સાત્વિકવૃત્તિને ધન્ય છે! અહો! પિતાના સુખસગવડની તેમને કેટલી ઓછી દરકાર છે! કઈ પણ પ્રકારના હેતુ કે અપેક્ષા વગરની તેઓની સજનતાને ધન્ય છે! સન્ત પુરૂષ પોતાના સ્વભાવથી જ પોતાના કાર્યોની અવગણના કરીને પારકાંકામો કરવાને હમેશાં ઉદ્યમ કર્યા કરે છે–એ પ્રમાણે કરવું તે જાણે તેમની પ્રકૃતિ જ પડી ગયેલી હોય છે એમાં જરા પણ શંકા જેવું નથી. અથવા તે પારકાના હિતને માટે પ્રવૃત્તિ કરવી તે જ તેઓનું પોતાનું કાર્ય હોય એમ જણાય છે. સૂર્ય સવારથી સાંજ સુધી લેકેને ઉત કરે છે તેમાં લોકોને પ્રકાશ કરવા ઉપરાંત શું બીજા કેઈ પણ પ્રકારનાં ફળની તેને અપેક્ષા હોય છે? તે તે માત્ર પરોપકાર કરવાના હેતુથી જ પ્રવૃત્તિ કરે છે અને પરોપકાર એ જ તેનું કાર્ય હોય એમ જણાય છે. સાધુ પુરૂષને પોતાનું કાંઇ કામ હોય તો પણ તેના ઉપર તેઓ જરાએ લક્ષ્ય રાખતા જ નથી, એ બાબતમાં લાંછનવાળા ચંદ્રનું દૃષ્ટાન્ત બરાબર બેસતું આવે છે, એ તે જગતને ઉઘાત કરવાનું કામ કર્યા જ કરે છે. મેટા બુદ્ધિશાળી પુરૂષ પારકા કાર્ય માટે પ્રવૃત્તિ કરે છે તે માટે તેઓને કાંઇ પ્રાથેના કરવી પડતી નથી, તેઓને વિનંતિ કરવી પડતી નથી, તેઓ પાસે બળા પાથરવા પડતા નથી; વરસાદ સારી રીતે વરસી જગતમાં ધાન્ય આદિ વસ્તુઓની વૃદ્ધિ કરે છે, સૃષ્ટિને નવપલ્લવિત કરે છે ગરમીને શાંત કરે છે તેની કેણે પ્રાચૅના કરેલી હોય છે? કેણુ તેમને વિનવવા ગયેલ હોય છે? કે તેમની પાસે ખોળા પાથરવા ગયેલ હોય છે? સાધુ પુરૂષ સ્વમમાં પણ પોતાના શરીરનાં સુખની વાંછા કરતા નથી, પારકાનાં સુખ માટે અનેક પ્રકારના કલેશ સહન કરવા, તાપ સહન કરે, દુ:ખ ભોગવવાંતે જ તેઓનું ખરેખ સુખ હોય છે. જેવી રીતે અગ્નિનો સ્વભાવ જ એ છે કે તે ગરમી આપે છે તથા અનાજ વિગેરેને પકાવી આપે છે, જેમ અમૃતને સ્વભાવ જ એ છે કે પ્રાણુઓનાં જીવન ટકાવી રાખે છે તેવી રીતે દુનિયામાં પારકાં કાર્ય કરવાં એ જ સાધુઓને સ્વભાવ હોય છે, તેઓની
૧ ચંદ્રમામાં લાંછન છે તેથી તેનું પ્રથમ કાર્ય તે પિતાનું લાંછન દૂર કરવાનું છે, છતાં તે કાર્ય તરફ આદર ન કરતાં લોકપ્રકાશનું કાર્ય તે હોંસથી કરે છે. (ચંદ્રને હાધો લાંછનરૂપે ગણવામાં આવે છે.) સૂર્યને પોતાનું કામ નથી, ચંદ્રને ઘરનાં કામનું ઠેકાણું નથી, છતાં એ પરોપકાર કર્યા કરે છે. આ ખરું સજનપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org