________________
૭૧૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ પિતાની શક્તિથી અમે પણ જરા વિખ્યાતિમાં આવ્યા છીએ, બાકી નહિ તો અમે તે કે, માત્ર છીએ?”
શૈલરાજનાં આવા પ્રેમાળ વચનો સાંભળીને હું તેના પર વધારે હેતાળ છે. મેં તે વખતે મારા મનમાં વિચાર કર્યો કે અહો ! આ શૈલરાજનો મારા પર કેટલો બધો પ્રેમ છે! અહો એની ચિત્તની ગંભીરતા કેટલી બધી છે! તેની બોલીમાં મીઠાશ પણ કેવી ભારે છે! અને એની ભાવ બતાવવાની રીતિ પણ કેવી આકર્ષક છે! આવી રીતે મનમાં વિચાર કરીને મેં મારા શૈલરાજ મિત્રને કહ્યું “મિત્ર! તારે આવું વિવેકનું વચન મારી પાસે બેસવાની કાંઈ પણ જરૂર નથી, કારણ કે તારામાં કેવી અદ્દભુત શક્તિ છે તે મારા જાણવામાં બરાબર આવી ગયું છે.”
મારા તરફથી આવા ઉત્તેજનના શબ્દો સાંભળીને શૈલરાજને બહુ આનંદ થશે. પછી પોતાનું કાર્ય સાધવાના હેતુથી તેણે વાત આગળ ચલાવી “ભાઈ! જ્યારે શેઠ પોતે નોકર પર મહેરબાની કરવા તૈયાર થયેલ હોય છે ત્યારે પછી તેનું તે વળી સારું થયા વગર રહે? વળી જે તને એક બીજી વાત કહું જે મારા જેવા એક સાધારણું માણસ ઉપર તારી આટલી બધી પ્રીતિ થઈ છે તે એક તદ્દન ખાનગી વાત છે તે હું તને આજે કહું છું તે અંગીકાર કર. મારી પાસે શક્તિને વધારનાર હૃદયપર લગાડવાનો લેપ છે કે તારે દરેક ક્ષણે હૃદય ઉપર વારંવાર લગાડ્યા કરો.” | મેં તેને પૂછયું “એવો લેપ તને ક્યાંથી મળે? એ લેપનું નામ શું છે? અને હૃદયપર એ લેપને લગાડવાનું પરિણામ શું થાય છે? એ સર્વ બાબત હું સાંભળવા ઈચ્છું છું.”
શૈલરાજે ઉત્તરમાં જણાવ્યું “કુમાર ! મેં એ લેપ કેઈની પાસેથી મેળવ્યું નથી, પણ મારી પોતાની શક્તિથી જ બનાવ્યું છે. એનું નામ સ્તધૂચિત્ત કહેવામાં આવે છે. એને પ્રભાવ તો જબરે
૧ અભિમાન (રલરાજ) અત્યારે પણ પોતાને “અમે” એવા બહુ વચનથી ઉદેશે છે. અભિમાનનું આ લક્ષણ છે. ખોટી નમ્રતા બતાવવી એ પણ અભિમાનનું જ લક્ષણ છે.
૨ સ્તબ્ધ ચિત્તઃ જેનાથી મન જડ થાય તેવો. આ નામ લેપને બરાબર ચોગ્ય છે. અભિમાનીનું મન હમેશાં જડ જેવું જ હોય છે. અભિમાનીનું મન તંભિત થઈ જાય છે તેનો અત્ર સાક્ષાત્કાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org