________________
પ્રકરણ ૮ ] દૌર્જન્ય અને સૌજન્ય.
૧૨૦૩ ક્યાં ગયો હતો તેની તેઓને ચેકસ ખબર તે નહોતી પણ કીડાનંદન ઉદ્યાન તરફ જતો જોવામાં આવ્યું હતું એમ તેઓએ જણાવ્યું. વિમળકુમાર પણ મારા પરના સેહથી મારી પછવાડે પછવાડે જે રસ્તે હું ગયો હતો તે જ રસ્તે આવ્યું. દૂરથી એને આવતે મેં જોયે. એને જોતાં જ મારા મનમાં ધ્રાસકો પડયો અને ગભરાટમાં રને જે નવા પ્રદેશમાં છુપાવ્યું હતું તે વાત હું ભૂલી ગયે. એને બદલે પાષાણુને જમીનમાં દાટ્યો હતો તે ખોદી કાઢયો અને એમને એમ મારા કપડામાં વીંટાળી લઈને કેડે ચડાવી દીધો અને પાછી તે જમીન ન ઓળખાય તેવી કરી દીધી. એ પ્રમાણે કરીને હું ઉધાનના બીજા ભાગમાં ચાલ્યો ગયો. પછી ત્યાં વિમળ આવી પહોંચે. એણે જોયું કે બીકથી મારી આંખો ચકળવકળ થતી હતી. તેણે કહ્યું “મિત્ર વામદેવ! તું એકલે અહીં કેમ આવ્યું છે? અને અરે ! તને કેમ બીક લાગે છે?” મેં જવાબમાં કહ્યું “અરે ભાઈ! સવારમાં હું ઉો ત્યાં તે મને સમાચાર મળ્યા કે તમે પોતે અહીં (ઉદ્યાનમાં) આવ્યા છે તેથી તમારી ખાતર હું પણ અહીં આવ્યું. અહીં આવીને મેં તે તમારી ઘણી તપાસ કરી પણ તમને ક્યાંઈ જોયા નહિ; એટલે વળી મારા મનમાં ત્રાસ થયે કે તમે ક્યાં ગયા હશે ? આ ત્રાસથી મારી આંખોમાં ભય જણાતો હતો. હવે તમને જોયા એટલે બરાબર સ્વસ્થ થઈ જઈશ. મારા જીવને હવે નિરાંત વળી ગઈ છે.” વિમળે મારે આવો જવાબ સાંભળીને કહ્યું કે “જે એમ છે તે તે બહુ સારું થયું કે આપણે અહીં જ મળી ગયા. ચાલે, ત્યારે હવે આપણે ભગવાનને મંદિરે જઈ દર્શન કરી આવીએ.” આ પ્રમાણે વાત થતાં જવાબમાં મેં હા કહી એટલે અમે બન્ને
મંદિર તરફ ચાલ્યા અને ત્યાં પહોંચ્યા. વિમળ દેવ
મંદિરમાં દાખલ થયો; હું બહાનું કાઢી દરવાજા પર પણ નસીબ! નસાબ ! ઊભો રહ્યો. મેં મારા મનમાં વિચાર કર્યો કે આ
વિમળકુમાર બધું બરાબર જાણી ગયો છે, માટે ચાલ જીવ ! અહીંથી જ પલાયન કરી જઉં, નહિ તે જરૂર એ મારા રતને ખુંચવી લઈ જશે; અને હું આ નગરમાં રહીશ ત્યાં સુધી એ કુમારથી મારે કદિ છૂટકારે થવાનું નથી, માટે હાલ તો આ દેશ બહારજ નાસી જઉં. આ પ્રમાણે વિચાર કરીને હું તે વેગથી નાઠે.
૧ અહીં માયાપ્રપંચ પણ શરૂ થઈ ગયે. એક પાપ પછવાડે કેટલાં બીજ પાપો કરવો પડે છે તે જોવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org