________________
૧૨૦૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ પ
મારે ઘેર પણ ન જતાં ત્યાંથી પરભાર્યાં ઉપડ્યો. એવી રીતે વેગથી દોડતાં દેાડતાં ઘણા પ્રદેશ પસાર કરી ગયા. એવી રીતે ત્રણ રાત્રી અને ત્રણ દિવસ લાગલાગટ ચાલ્યા જ કર્યું અને એમ કરીને ૨૮ યેાજન જમીન પસાર કરી ગયા. એટલે દૂર ગયા પછી મારી કેડેથી રતવાળું કપરું હાથમાં લીધું અને કપડાની ગાંઠ ડી; પછી હાથમાં લઇને જોઈ હું તેા રત્નને બદલે પથ્થર નીકળ્યા. તે વખતે · અરે ! મરી ગયા! મરી ગયા !' એમ ખેલતાં બોલતાં હું મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડ્યો. મહા મુરકેલીએ મને જરા ચેતના આવી. તે વખતે મારા મનમાં ઘણા પશ્ચાત્તાપ થવા લાગ્યા અને મોટેથી રડીને બેલવા લાગ્યા કે અહીં તે સ્થાનકેથી હું શા માટે આવ્યા અને સ્થાન અને વસ્તુ અન્ને શા માટે ખાઇ બેઠો માટે જીવ ! ચાલ ! એ સ્થાનકે પાછા જઈને રત્ન તે લઇ આવું. ' આવા વિચારથી સ્વદેશ તરફ પાછા ફર્યાં.
>
ク
સાજન્ય.
વિમળની સહૃદયતા. વામદેવની શેાધ કરાવવી. વામદેવનું પાછું મળવું.
હવે જિનમંદિરના બહારના ભાગમાંથી હું નાઠા ત્યાર પછી વિમળકુમારનું શું થયું તે વાત કહું. હું અગૃહીતસંકેતા ! વિમળ જિનજીવનમાંથી ભક્તિપૂર્વક દર્શન કરી બહાર નીકળ્યા ત્યારે તેણે મને ત્યાં જોયા નહિ. તે વખતે હું (વામદેવ ) ક્યાં ગયા હાઇશ એવી તેને ચિંતા થઇ. તેણે આખા જંગલમાં મારે માટે શોધ ચલાવી, પશુ મારા પત્તો લાગ્યો નહિ એટલે તેણે મારે ઘેર અને આખા નગરમાં સર્વત્ર મારી ખેાળ કરાવી પણ મારો પત્તો તેને ન જ લાગ્યા. એવી સ્થિતિ થતાં તેણે ચારે દિશાએ મારી શોધ કરવા સારૂં માણસા માકલી આપ્યા. હું પાછો ફરતા હતા તે વખતે મારી શોધ કરવા માટે નીકળી પડેલા વિમળના માણસામાંથી કેટલાકને હું મળી ગયો, તેને શ્વેતાં જ મારા મનમાં મોટી બીક લાગી. પણ તે તે મારી બીકના ખ્યાલ કર્યાં વગર મને કહેવા લાગ્યા “ અરે ભાઈ વામદેવ ! તમારા વિયોગથી તા વિમળકુમાર એકદમ વિલખા થઈ ગયા છે, આખે વખત દિલગીર રહે છે, અને શાકમાં ગરક થઇ ગયા છે. તમને પાછા
૧. ૧૧૨ ગાઉ ૨૨૪ માઇલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org