SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ સ્તેય અને માયાને વશ થઇને જે પ્રદેશમાં રનને જમીનમાં નિશાની રાખી દાટ્યું હતું ત્યાં હું ગયા અને ત્યાં પહોંચતાંની સાથે જ જમીન ખાદીને રતને જમીન બહાર કાઢ્યું અને ત્યાંથી દૂર બીજી જગ્યાએ જમીનમાં દાટી દીધું. વળી તે વખતે મારા મનમાં તર્કવિતર્ક થવા માંડ્યા-કદાચ વિમળકુમાર હમણા જ અહીં આવી લાગશે અને જે તે આ પ્રદેશને ખાલી દેખશે . ( જમીન ખોદતાં અહીંથી તેને રન નહિ મળે ) તા તે એમ જ ધારશે કે વામદેવે (મેં) એ રત્ન ઉપાડી લીધું; માટે જે આ જ કપડા સાથે વીંટાળીને આ જ પ્રદેશમાં એ રણ જેવડા પથ્થરના કકડો દાટવામાં આવે તેા પછી ફરીવાર તે કાઢીને વિમળકુમાર જુએ અને તેને માલૂમ પડે કે એ તેા પથ્થર છેત્યારે તે વિચારશે કે-અહા એવું સુંદર મહા મૂલ્યવાન્ પ્રભાવશાળી રત હતું, પણ પોતે એટલા પુણ્યશાળી ન હેાવાને લીધે એ રન બદલાઇને પથ્થર થઇ ગયા.— આ પ્રમાણે વિચાર કરીને રલના જેવડો જ એક પથ્થર લઇને તે કપડા સાથે વીંટાળ્યો. અને જ્યાં પ્રથમ રન દાટ્યું હતું ત્યાં તે જ સ્થાને અસલ કપડામાં વીંટીને પથ્થરને મૂકી દીધા. આ પ્રમાણે સર્વ ગોઠવણ કરીને હું ઘેર આવ્યા. તે દિવસ તે પસાર થઇ ગયા. આખરે રાત્રી પડી. હું પલંગમાં પડ્યો. પડયા પડયા મને ચિંતા થઇ કે-અરે પેલા રતને હું ઘેર ન લઇ આવ્યા એ તે ઘણું ખોટું કર્યું. મને લાગે છે કે એ કાર્ય કરતાં મને જરૂર કોઇએ જોયા હોવા જોઇએ અને તે ઠેકાણેથી જરૂર તે માણસ રનને ઉપાડી જશે. ત્યારે હવે મારે શું કરવું ? આ તા અંધારી રાત છે! અત્યારે શું થાય ? કેમ કરૂં ?-આવી રીતે સાચા ખાટા તર્કવિતર્ક કરવાથી મન એટલું ચકડોળે ચઢી ગયું કે તેના સંતા૫માં આખી રાત જરા પણ ઉંઘ ન આવી. પલંગમાં આ બાજુથી તે માજી અને તે બાજુથી આ માજીએ અફળાતાં પછડાતાં આખી રાત પસાર થઇ. સવારે તે ઉઠતાંની સાથે જ એઠા થઇને જે સ્થાનકે રન્ન છુપાવ્યું હતું ત્યાં જંગલમાં હું ગયા. વિકલ્પે. હવે વાત એમ બની કે તે જ વખતે વિમળકુમાર મારે ઘરે આવ્યા અને મારી તપાસ કરતાં તેણે મને ઘરે દી નહિ. તેણે મારા ઘરના માણસા તથા નાકરચાકરને પૂછ્યું કે વામદેવ ક્યાં ગયા છે ? હું લુચ્ચાઇ. ૧ Conscienceને અવાજ અને સ્વાથૅના સામા મનસ્તા।વિચારવાયેાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy