________________
૭૦૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ ગયો હતો કે જાણે હું પથ્થરને શેલનો) થાંભલે હેઉં તેમ અક્કડને અઝડજ ઊભો રહેતો હતો અને કેદની સાથે જરા પણ નમીને ચાલતો ન હતો. મારી અક્કડાઈ એટલી બધી વધી પડી કે નમસ્કાર કરતા અનેક સામન્ત રાજાઓના મુગટોનાં કિરણોથી સુશોભિત મારા પિતાશ્રીનાં ચરણકમળને પણ હું નમસ્કાર કરતો નહિ, સર્વ મનુષ્યોને વંદનીય અને જેને મારા ઉપર સેહ અને ઉપકાર એટલો બધો હતો કે તેનું વર્ણન થઈ શકે નહીં તેવી પ્રેમાળ માતાને પણ કદિ નમસ્કાર કરતે નહિ; એટલું જ નહિ પણ લૌકિક દે અને અમારા કુળદેવી તરફ નમસ્કાર કરવાની ઈચ્છાથી હું નજર પણ કરતે નહિ–તેમની સામું મારી આંખોથી જેતે પણ નહિ. મારા પિતા નરવાહન રાજાએ મારા વર્તન ઉપરથી જોઈ લીધું
કે મારે શિલરાજ સાથે ઘણું ગાઢી પ્રીતિ થઈ ગઈ અભિમાન છે અને તે પ્રીતિ દોરેજ વધતી જાય છે; એટલા પ પ ણું. ઉપરથી તેમણે પિતાના મનમાં વિચાર કર્યો કે
અહો! આ મારે પુત્ર માનથી પોતાને ઇશ્વર જેવો માને છે તેથી હવે જે આ લેકે તેની આજ્ઞાનું જરા પણ ઉલ્લંઘન કરશે તે એ છોકરાને મનમાં ઘણો જ ખેદ થશે અને તે પોતાની જાતને અપમાન થયેલું માની આ ઘર અને રાજ્ય છોડીને કેઈ બીજી જગ્યાએ જરૂર ચાલ્યો જશે! જે એમ થાય તે ઘણું જ ભુંડું થઈ જાય! માટે મારા હાથ નીચેના સર્વ રાજાઓને કુમારના આવા વર્તનના સમાચાર આપીને તેઓ સવે કુમારની આજ્ઞા તુરત ઉઠાવી લે એવી સૂચના કરી દઉં. મારા પિતાશ્રીને મારા ઉપર ઘણે સ્નેહ હોવાથી તેમણે મારા સંબંધમાં ઉપર પ્રમાણે વિચાર કર્યો અને પોતે મનમાં જેવું ધાર્યું હતું તેવા હુકમે સવેને ફરમાવી દીધા. મારા પિતાનો એ પ્રમાણે હુકમ થવાથી હું જોકે તદ્દન નાનું બાળક હતો તે પણ સર્વ રાજાઓ મારે પગે પડવા લાગ્યા અને જાણે મારા
કરે હોય તેવી રીતે વર્તવા લાગ્યા. મોટા મોટા કુળમાં ઉત્પન્ન થયેલા રાજાઓ અને મોટા બળવાન્ પુરૂષો મારી પાસે “દેવ દેવ”
ખમા ખમા” એવા શબ્દો બોલી મારી અનેક પ્રકારે સેવા કરવા લાગ્યા. મારા જ્હોઢામાંથી હજુ કેઈ શબ્દ નીકળે ત્યાં તે “જય દેવ! જય દેવ!” કહીને તેઓ આદર પૂર્વક તે શબ્દને ઉપાડી લેવા
૧ શિલરાજ શબ્દમાં આવેલ શેલ શબ્દપર અહીં ભાર (pun) મૂકવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org