________________
પ્રકરણ ૧]
રિપુદારૂણ અને શૈલરાજ.
અને સન્ત્યાદિ અનેક ગુણા હોય છે તે સર્વ ગુણા અને શક્તિ ત્રણ ભુવનને મૂકીને સર્વ મારામાં ઘર કરીને આવી રહેલ છે. પરંતુ એમાં આશ્ચર્ય જેવું શું છે! જેને આવા સારા મિત્ર સાથે દોસ્તી થઇ છે તેના ગુણાના સમૂહનું વર્ણન ખરાખર તેા કાણુ જ કરી શકે? દુનિયામાં સાધારણ રીતે પ્રાણીને એક મુખ હાય છે ત્યારે મારા મિત્રને તે આઠ મુખ છે! એ મારા મિત્ર તેા પેાતાનાં આઠ મુખથી જ સર્વપર વિજય પ્રાપ્ત કરી શકે તેવા છે. અહા! જેને આવા શૈલરાજ જેવા મિત્ર આ દુનિયામાં પ્રાપ્ત થઇ જાય તેને પછી એવી એક પણ વસ્તુ રહેતી નથી કે જે તેને એકદમ આપેાઆપ પ્રાપ્ત ન થાય! આવા આવા સંકલ્પ વિકલ્પે મારા મનમાં આખા દિવસ કરીને મિથ્યાભિમાનથી મારી જે જે વસ્તુઓ હાય તેને ઘણી મેટી માનવા લાગ્યા અને પારકી ઘણી મેાટી વસ્તુ હોય તેને નાની માનવા લાગ્યા, મારી જાતને મેટી માનવા લાગ્યા, અન્ય સર્વને હલકાં માનવા લાગ્યા. એવા વર્તનને પરિણામે જ્યારે હું ચાલતે ત્યારે પશુ ઊંચીને ઊંચી ડોક રાખીને જાણે આકાશમાં તારા કે નક્ષત્રને જ જોતા હાઉં તેમ અકડાઇમાં મારી સામે અને નીચે નજર પણ કરતા નહિ અને જાણે મદ ચઢેલા ગાંડા હાથી હેાય તેવું વર્તન કરતા હતા અથવા પવનથી ભરેલી સાર વગરની ભરેલી પખાલ કે ધમણુ હાય તેવી રીતે મદથી વ્યાકુળ થઇને કડકાઇમાંજ રહેતા હતા.
અભિમાનને લઇને હું મારા મનમાં દરરાજ વિચાર કરતા કે આ દુનિયામાં કોઇ પણ પ્રાણી મારાથી મેટું ન હોવાને લીધે મારે નમસ્કાર કરવા યોગ્ય કાઇ છે જ નહિ, કારણ કે મારામાં એટલા બધા ગુણા છે કે ગુણથીજ વંદનની ચાગ્યતા થતી હાય તેા સર્વે પ્રાગુણુની ખાખતમાં મારાથી નીચા વર્તે છે. મારામાં જેટલા ગુણા છે તેના અંશ પણ હું તે કોઇનામાં જોતા નથી. મારે વળી ગુરૂ કેવા ? મારામાં એટલા ગુણા છે કે ગુણથી હું પોતે જ ગુરૂ છું ! કોઇ દેવ પણ એવા જણાતા નથી કે જેનામાં મારાથી વધારે ચુણા હોય! અહા અગૃહીતસંકેતા! તે વખતે હું એટલેા બધા અભિમાનમાં આવી
ણી
અભિમાનના
વિ ચા રે.
Jain Education International
૭૦૭
૧ સાર વગરની પખાલ કે ધમણ દેખાય મેટી, પણ તેમાં પવન ભરેલા હોય તેથી કાંઈ દમ નહિ; તેવી રીતે હું દેખાવમાં આડંબર ધણા કરતા પણ અંદર જરા પણ દમ મળે નહિ.
૨ અભ્યાસ કરાવનાર ગુરૂ અથવા વયથી મેટા-એ બન્ને અર્થે લાગુ પડે તેમ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org