________________
૭૦૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ લુચ્ચે છોકરા પિતાના મનમાં લક્ષ્યપૂર્વક વિચાર કરવા લાગે કે આ રાજપુત્ર મારા તરફ પ્રેમની નજરથી જુએ છે તેથી જરૂ૨ તે મારે વશ પડી ગયો હશે. તેથી તે પણ જાણે ઘણેજ અચંબો પામ્યું હોય અને જાણે મારા ઉપર ઘણુજ પ્રેમવાળો હોય તેવી રીતે મારા તરફ હેત દેખાડીને (ઉપર ઉપરથી) લુચ્ચાઈથી મને ભેટી પડ્યો. અત્યંત મેહને લીધે મને પણ તે વખતે મનમાં એવી અસર થવા લાગી કે અહો ! શૈલરાજની સામા પ્રાણીના મનના ભાવ સમજી જવાની શક્તિ આખી દુનિયામાં સર્વેથી વધી જાય તેવી છે. આ પ્રેમવાળે સમજુ ડાહ્યો કરે મારે દોસ્તદાર થઈ રહે છે અને મારા તરફ આટલી બધી લાગણી બતાવે છે તે પછી મારે તેને એક ક્ષણવાર પણ છેડે ન જોઈએ અને તેની સાથે ખરેખરી દોસ્તી કરી નાખવી જોઈએ આ પ્રમાણે મેં મારા મનમાં નિશ્ચય કર્યો. એવી રીતે નિર્ણય કર્યો પછી હું તો દરરોજ તેની સાથે બાગબગીચામાં તથા આરામ સ્થાનામાં ફરવા લાગ્યો અને મારા મનમાં તેની દોસ્તીથી ઘણે જ મલકાવા લાગ્યું, પરંતુ કમનશીબે તે વખતે મોહથી મારું મન એટલું બધું ભરમાઈ ગયું હતું કે એહના આવેશમાં તે શૈલરાજ પરમાર્થથી મારે ખરેખર દુશ્મન છે એ વાતની મને ખબર પડી નહિ. એવી રીતે જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ શૈલરાજ
સાથે મારી દોસ્તી તે વધતી જ ચાલી. એને પરિણામે વર્તન પર થ- પછી મારા મનમાં કેવા કેવા વિચારે થવા લાગ્યા યેલી અસર. અને મારા વર્તન ઉપર તેની કેવી અસર થઈ તેના
થોડા નમુના અહીં બતાવું છું. મારા મનમાં થવા લાગ્યું કે અહે ! મારી જાતિ (ક્ષત્રિય) સર્વથી ઉત્તમ છે; મારૂં કુળ સર્વ કુળથી વધારે ઉત્તમ છે; મારામાં એટલું બધું બળ છે કે ત્રણ ભુવનમાં તેની ખ્યાતિ પ્રસરી રહી છે; મારૂં રૂપ એવું સારું છે કે જાણે એ રૂપથી જ ભુવન શોભી રહ્યું છે; મારું નશીબદારપણું (સૌભાગ્ય) આખી દુનિયાને આનંદ ઉત્પન્ન કરે તેવું છે; મારું ઐશ્વર્ય આખા જગતમાં સર્વથી ચઢી જાય તેવું છે; જ્ઞાન તે ગયા ભવમાં મેં સારી રીતે ભણું રાખેલ હોવાથી મારી આગળ નાચ કરી રહ્યું છે; અને મારી લાભ પ્રાપ્ત કરવાની શક્તિ તે એવી અદ્ભુત છે કે અત્યારે હું ઇંદ્રને કહ્યું કે તારૂં પદ મને આપી દે તે તે બાપ વગર બોલે ચાલે ખુશીથી પોતાનું સ્થાન મને આપી દે, પણ મારે હાલ તેના સ્થાનને ખપ નથી; આ દુનિયામાં આ સિવાય બીજા પણ તપ, વીર્ય, ધૈર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org