________________
પ્રકરણ ૧ ]
રિપુદારૂણ અને શૈલરાજ.
૭૫
મને ઉછેરવા માટે અહીં આવી. વાત એમ બની હતી કે એ અવિવે કિતા ધાત્રીને પેાતાના વહાલા પતિ દ્વેષગજેંદ્ર સાથે એક વખત સંયેાગ થયા અને જોગાનુજોગ બરાબર એવા બની ગયા કે જે વખતે દેવી વિમલમાલતીના ગર્ભમાં હું આવ્યા તેજ વખતે એ અવિવેકિતાએ પણ ગર્ભ ધારણ કર્યો. જે દિવસે મારો જન્મ થયા તેજ દિવસે અવિવે કિતાએ એક મહા દુષ્ટ બાળકને જન્મ આપ્યો. એ બાળકની છાતી મહાર નીકળેલી અને ઊંચી આવેલી હતી અને તેને આઠ મુખ હતાં જેને જોઇને તે (અવિવેકિતા)ને ઘણા આનંદ થયા. પછી એ અવિવેકિતા ધાવ માતા હર્ષપૂર્વક વિચાર કરવા લાગી કે અહે!! મારા પુત્રને તે જાણે મેટા પર્વતના જૂદાં જૂદાં શિખરો હેાય તેવાં આઠ મુખ થયાં છે એ તો ભારે નવાઇની વાત અની! પછી એ અવિવેકિતાને સુવાવડ આવ્યાને એક માસ થયો ત્યારે તેણે પણ પેાતાના પુત્રનું તેના ગુણને ઉચિત શેલરાજ એવું નામ પાડ્યું.
Jain Education International
પાંચ વર્ષની વયે રૌલરાજસાથે દાસ્તી. શૈલરાજે દેખાડેલા કૃત્રિમ શ્વેતુ-પ્રેમ, શૈલરાજની ઢાસ્તીની ઢેખાતી અસર.
એ વિવેકિતા ધાવમાતા અને શૈલરાજ મન્ને મારા અંત:કરમાં તેા અનાદિકાળથી રહેલા હતા, પણ ત્યાં સુધી ગુપ્તપણે અંદર રહેતા હતા તેથી મને તેની બરાબર ખબર પડી ન હોતી.
મને ઘણાજ સુખમાં ઉછેરવામાં આવતા હતેા, હું પાણી માગું ત્યાં દૂધ હાજર થતું હતું અને એવી રીતે મોટા થતા તેમજ મારા મામાપને આનંદ આપતા હું શૈલરાજની સાથે જ ઉછરવા લાગ્યા.
મારી પાંચ છ વર્ષની ઉમર થઇ ત્યારે એક વખત કાંઇક સમજણ પૂર્વક શૈલરાજ મારા જોવામાં આન્યા. અનાદિ કાળથી તેના ઉપર મને ઘણા મેહ અને સેહ હાવાને લીધે તેને જોતાંજ મારા મનમાં તેના ઉપર જે પ્રીતિ થઇ આવી તેનું શબ્દથી વર્ણન કરવું મુશ્કેલ છે. હું તેના ઉપર ઘણા પ્રેમથી જોયા કરતા હતા એવું જાણવાથી તે
શૈલરાજને
ઉપરના પ્રેમ.
૧ જાતિ, લાલ, કુળ, ઠકુરાઇ, તપ, રૂપ, બળ અને જ્ઞાન એ આઠ પ્રકારનાં મદ રૂપ આઠ મુખ. શૈલરાજ એ અભિમાનનું વ્યક્ત રૂપ છે.
૨ શૈલરાજઃ રોલ એટલે પર્વત. હેતુ મુળ કથામાં જ બતાવ્યા છે (પર્વતના શિખરાને અનુરૂપ આઠ મુખ હાવાપણાને અંગે ).
For Private & Personal Use Only
www.jainelibrary.org