________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ ગંભીરતામાં મોટા સમુદ્રને જીતી લે તે હતો અને સ્થિરતામાં મેર પર્વતથી વધી જાય તે હતો. તે રાજા પિતાના ભાયાત વર્ગમાં ચંદ્ર જેવી શાંતિ બતાવતો હતો, શત્રવર્ગમાં અગ્નિ જેવું ચંડપણું બતાવતે હતો અને પોતાના ધનવડે કુબેરભંડારીપાનું નિરંતર બતાવતો હતો. આ નરવાહન રાજાને રૂપમાં, આબરૂમાં, કુળમાં અને વૈભવમાં તેના જેવીજ શોભા આપે તેવી વિમલમાલતી નામની પટ્ટરાણ હતી. ચિંદ્રિકા જેમ ચંદ્રના અને લક્ષ્મી જેમ કમલના સહવાસથી દૂર રહેતી નથી તેમ રાણી રાજના હૃદયથી કદિ દૂર થતી નથી. એ નરવાહન રાજા વિમલમાલતી રાણી સાથે અનેક પ્રકારના આનંદવિલાસે કરતાં પિતાને સમય પસાર કરતો હતો.
અહો અથહીતસંકેતા! હું મારા પુણ્યદય મિત્રની સાથે તેમજ મારી સ્ત્રી ભવિતવ્યતા સાથે ચાલીને તે રાણીની કુખમાં દાખલ થયો. ગર્ભાવસર સંપૂર્ણ થયે હું પ્રગટરૂપે અને મારો મિત્ર પુદય અદ
શ્યરૂપે જન્મ પામ્યા. મારા શરીરનાં સર્વ અવયે ઘણું જ સુંદર દેખાતાં હતાં અને મારું રૂપ બહારથી જોનારને બહુ ખચાયુકારક લાગતું હતું. મારો જન્મ થવાથી પિતાને પુત્ર થયો છે એવા ખ્યાલથી મારી માતા વિમલમાલતી બહુ આનંદ પામી. મારા જન્મની મારા તે ભવના પિતા નરવાહન રાજાને ખબર પડતાં તેને પણ આનંદ થયો, આખા નગરને પણ રાજ્યવારસના જન્મથી હર્ષ થયો અને રાજ્યમાં તથા નગરમાં મારા જન્મને અંગે મોટો ઉત્સવ કરવામાં આવ્યું. મારા મનમાં પણ તે વખતે એવી કલ્પના થઇ કે હું એ નરવાહન રાજા અને વિમલમાલતી રાણીને પુત્ર છું અને તેઓ બન્ને મારા પિતા માતા છે. મારે જન્મ થયા પછી જ્યારે એક મહિને પૂરો થયે તે વખતે મોટા આનંદ સાથે મારું રિપુદારૂણ એવું નામ પાડવામાં આવ્યું.
શૈલરાજને જન્મ નંદિવર્ધનના ભવમાં મારી ધાવ અવિવેકિતા નામની હતી એ તને યાદ હશે. તેજ ધાવ માતા પિતાનું દૂધ અને પાવા માટે અને
૧ ગંભીરતા ષ-(૧) રાજા પક્ષે હદયની વિશાળતા; (૨) સમુદ્ર પક્ષે ઊંડાણ.
૨ સ્થિરતાઃ શ્લેષ-(૧) રાજા પક્ષે મનની સ્થિરતા; (૨) મેરૂ પક્ષે એક સ્થાનકે રહેવાપણું.
૩ એક ભવમાં માતા પિતા થાય તે અન્ય ભવે કરી જાય છે તેથી આ ટુંક વખતન અભિનિવેશ હતો તે માટે આ વાકય મૂકાયેલું છે.
૪ જુઓ પૃ. ૩૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org