________________
૧૧૭૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ આખા શરીરમાં આનંદ ફેલાઈ ગયે, રેમાંચ ખડા થઈ ગયા, મારી ચેતના સ્થિર થઈ અને આખા શરીરમાં શાંતિ શાંતિ થઈ ગઈ અને હથી શરીર ડોલવા લાગ્યું, મારા ચિત્તમાં જે ઉદ્વેગ હતો તે ખસી ગયે અને આ મારી પ્રિયતમાએ તમારી સર્વે વાર્તા કહી અને તમારા માહાસ્યથી કે અભુત બનાવ બન્યો તે પણ કહી સંભળાવ્યું. આ પ્રમાણે મેં મારી આત્મકથા કરી.”
પ્રકરણ ૫ મું.
વિમળ અને રચૂડ-ચૂતમંજરી.
છે નચડ વિદ્યારે પિતાને વૃતાંત કહી સંભળાવ્યો, વિસ્તારથી આત્મકથા વિમળકુમાર પાસે વામદેવ
સાંભળે તેમ કહી સંભળાવી, ચૂતમંજરી માટે અચળ 1 ચપળ સાથે કેટલી અને કેવી ખટપટ થઈ હતી તે
જણાવી દીધું, પિતાના ધર્મપ્રેમને સાક્ષાત્કાર કરાવ્યો અને વિમળકુમારે કરેલી સહાય અને લીધેલ સંભાળ માટે આભાર દર્શાવ્યું. આત્મકથા પૂરી કરી રચૂડે વાત ચલાવીઃ
કાર્યની બુઝ કરનાર રચૂડ નિ:સ્પૃહી મહાનુભાવના ઉચ્ચ આદર્શ
સજ્જનના ભાવમીલનની કિમત, રવચૂડ-બ બંધુ વિમળ! તે આ બાળાનું રક્ષણ કર્યું તે ખરેખર મારંજ રક્ષણ કરવા જેવું કર્યું છે ! એમ કરીને તે મારા કુળની ઉન્નતિ કરી છે! અને મને વિશુદ્ધ યશ આપ્યો છે! ભાઈ! મહાનુભાવ ! હું તને શું કહ્યું? કયા શબ્દોમાં કહ્યું? કેવી રીતે કહું? આ દુનિયામાં એવી કઈ વસ્તુ નથી, ચીજ નથી, બાબત નથી, જે તે મારે માટે કરી ન હોય! તેં મારું સર્વસ્વ કરી આપ્યું છે. જેમાં કહેવાય છે કે-કેઇએ આપણું ઉપર ઉપકાર કર્યો હોય તેને બદલે વાળવો એ તો 'વાણુંઆને ધર્મ છે,
૧ વાણુને ધર્મ પૈસા લઈને તેના બદલામાં બીજી વસ્તુ આપવી. એક વસ્તુને બદલે બીજી વસ્તુ આપવી. વ્યાપાર-હિસાબની વાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org