________________
પ્રકરણ ૪]
રતચૂડની આત્મકથા.
૧૧૭૩
“ચપળને દૂરથી જોતાંજ મારા મનમાં અનેક તર્કવિતર્કો આવવા લાગ્યા. એહ હમેશાં અશુભ શંકા ઉત્પન્ન કરે છે–એમ ચપળ પડ્યો. મારા સંબંધમાં પણ થયું. મેં વિચાર્યું કે અરે! આ ચપળ અહીં કેવી રીતે આવ્યા ? શું ચૂતમંજરી એ પાપીના જોવામાં જ આવી નહિ હોય ? અથવા તે એ સ્ત્રી એની વેષયસુખ ભાગવવાની ઇચ્છાની સામે થવાથી શું એ પાપીએ તેને મારી નાંખી હશે ? ગમે તેમ હોય પણ જો તે સ્ત્રી હજી સુધી જીવતી હોય અને આ પાપી એને હાથ કરી શકે તેવા સંયેાગે! હાય તે એ અત્યારે અચળની પછવાડે અહીં આવે તે વાત કોઇ રીતે બંધબેસતી નથી. પ્રચલિત વાત છે કે:
ભા
शून्ये दधिघीं दृष्ट्वा, काकः स्थगनवर्जिताम् । लब्धास्वादोऽपि तां मुक्त्वा कथमन्यत्र गच्छति ॥ મનુષ્ય વગરના એકાંત સ્થાનમાં ઢાંકણા વગરનું દહિંનું જન પડેલું હેાય તે તેના સ્વાદને જાણનારા કાગડા તેને છેડીને આજે શા માટે જાય? આટલા ઉપરથી મારૂં એમ અનુમાન થાય છે કે મારી સ્ત્રી જરૂર જીવતી જ નથી. એ જીવતી હાય તેા અને છોડીને આ ચપળ અહીં આવે જ નહિ–આવા આવા અનેક પ્રકા રના વિચારો હું મારા મનમાં કરતા હતા, અનેક સાચી ખાટી શંકા કરી તેના ઉકેલ અને નીકાલ મનમાં ને મનમાં કરતા હતા, ત્યાં તા ચપળ મારી તદ્ન નજીક આવી પહોંચ્યા. તુરત મારૂં તેની સાથે યુદ્ધ થયું. મેં તેને પણ અચળની પેઠે જ જમીન પર પટક્યો અને તેના પણ અચળની જેવા જ હાલ થયા.
આવી રીતે અચળ અને ચપળ બન્નેને ઠેકાણે પાડી પા મેં વિચાર કરવા માંડ્યો-અરે રે! શું મારી પ્રિય
તમા મરી ગઇ!, અથવા શું નાશ પામી ગઇ ! અથવા વિનાશને પ્રાપ્ત થઇ! અથવા શું તેને કોઈ જગ્યાએ ચપળે સંતાડી દીધી હશે! અથવા તે તેને કાઈ ખીન્તના હાથમાં સોંપી દીધી હશે! આવી રીતે સ્ત્રી સંબંધી અનેક પ્રકારના સારા માઠા વિકલ્પે રૂપ ઉછળતાં મેાજાંઓની માળાથી ચાલતા અને મનરૂપ નદીમાં ડૂબકી મારતા હું આ પ્રદેશમાં આવી પહોંચ્યા. એહ શંકાશીળ છે, તેમાં ખાસ કરીને સંબંધી માટે શંકા વધારે થયા કરે છે. અહી આવતાં જ મેં મારી પ્રેમમૂર્ત્તિને અખંડિત જોઇ. એ વખતે મારા શરીરમાં જીવ આવ્યે, મારું હૃદય ઉછળી ગયું, મારા
Jain Education International
સ્નેહની
શંકાઓ.
For Private & Personal Use Only
www.jainelibrary.org