________________
૧૧૭૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ ગયેલ હોય તેવું મારું મન થયું, ત્યારે બીજી બાજુએ શત્રુના ખરાબ વાને લઇને લડાઇના રસમાં ઉછળવા લાગ્યું; મારા હૃદયની તો એવી
ખરાબ સ્થિતિ થઈ ગઈ કે એ ઉઠે પણ નહિ અને ચાલે પણ નહિ, જાણે શું કરવું તેનો નિર્ણય કરવામાં તે તદ્દન મૂઢ બની ગયું અને જાણે હિંડોળે ચડ્યું હોય તેવી તેની સ્થિતિ તે વખતે થઈ ગઈ. મારી સ્ત્રીને એકલી મૂકીને જવું એ મને ઠીક લાગતું નહતું અને પેલા અચળ - પળના લડવાના આમંત્રણને વિસારી મૂકવામાં પણ મારી નબળાઈ દેખાતી હતી. આખરે હું એકદમ આવેશમાં આવી જઈને તેના તરફ દોડ્યો અને અચળની સાથે મારે તુરત જ લડાઈ જામી ગઈ. અમારી લડાઈ કેવી સ્થિતિમાં શરૂ થઈ તે તો તમે (વિમળકુમારને કહે છે કે તેણે) ત્યાં સુધી ઘણી ખરી જોઈ પણ હતી. જેવો અચળ નાઠે કે તરત જ મેં તેની પુંઠ પકડી. હું તેની નજીક પહોંચે એટલે મેં તેને આકરાં વચન કહેવા માંડ્યાં, જ્યારે મેં ઘણું આકરા શબ્દો કહ્યા ત્યારે તે અટક્યો અને ફરીવાર અમારી લડાઈ ચાલી. મેં એક સખ્ત સપાટે
તેને લગાવ્યા, તેથી તેનાં હાડકાં ભાંગી ગયાં અને અચળ પડ્યો. આકાશમાં રહ્યા રહ્યા મેં તેને જમીન પર ઝીક,
તેનાં અંગોપાંગનાં ચૂરેચૂરા થઈ ગયા, તેની શક્તિ બધી ગળી ગઈ, તેનામાં દીનતા આવી ગઈ, વિદ્યાઓ તેની સાથે ચાલી નહિ અને શરીર પણ હીલચાલ વગરનું થઈ ગયું.
“હવે તે વખતે મેં વિચાર કર્યો કે આ અચળ તે એ થઈ
ગયો છે કે ફરીવાર મારી સાથે લડવાનો કે સામે શુ તમે જ રીનો આવવાનો કદિ પણ વિચાર કરશે નહિ; પરંતુ અરે ખ્યાલ આવ્યો. રે! ચૂતમંજરીને છેડીને આની પછવાડે હું લાગે
તેમાં મેં તો આકાશને મુઠ્ઠીઓ મારી અથવા તે કેતરાં ખાંડ્યાં, કારણકે એ બાપડી ચૂતમંજરી એકલી છે તે ઘણે ભાગે તે બીકથી મરી ગઈ હશે! અથવા તે પેલે પાપી ચપળ જરૂર એને એકલી જોઈને હરી ગયો હશે, ઉપાડી ગયે હશે! અરે રે! મેં આ શું વિચાર વગરનું કામ કર્યું! જરૂર એ બાળાને પેલે પાપી ઉપાડી ગયો જ હશે અને એને ઉપાડીને એ પાપી ક્યારે ક્યાં ચાલ્યો ગયે હશે-મારા ખ્યાલમાં એ વાત રહી નહિ અને એ ક્યાં ગયો તેની મેં તપાસ પણ રાખી નહિ!! હવે એ દુરાત્મા પાપી ચપળ ક્યાં ગયા હશે! પણ ચાલ! જે તે ખરે-આ પ્રમાણે વિચારીને હું એકદમ ત્યાંથી ચાલી નીકળ્યો. હું ઘેડે આવ્યો ત્યાં ચપળ મને બરાબર સામે મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org