SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪]. રચૂડની આત્મકથા. ૧૧૭૧ આવી ગયો છે. તેમાંથી અચળે કહ્યું કે “ભાઈ ચપળ! હું રતચૂડની સાથે લડીશ અને રચૂડ મારી સાથે લડવામાં રોકાયે હોય તે વખતનો લાભ લઈ તારે ચૂતમંજરીને હરણ કરી લેવી, ઉપાડીને લઈ જવી. આ પ્રમાણે હે કુમાર! અચળ અને ચપળ વચ્ચે સંકેત છે છે. હવે આપશ્રીને જેમ યોગ્ય લાગે તેમ કરે અને મને યોગ્ય હુકમ ફરમાવો.” “મારા જાસુસે મારી પાસે આ પ્રમાણે વાત કરી ત્યારે મેં વિચાર કર્યો કે જો કે તેઓએ નવી વિદ્યા સિદ્ધ કરી છે તો રચૂડની પણ તેઓને મારી હઠાવવા હું શક્તિમાનું છું, માત્ર એ વિચારણું. અચળ અને ચપળ માસીના છોકરા છે તેથી લેકેના અપવાદના ભયથી અને ખાસ કરીને ધર્મને નાશ થાય તે સારૂં મારે તેમને મારવા તો નહિ. એમને મારવાથી ખૂન કરવાને દોષ મારે માથે આવશે, જીવદયા પળશે નહિ અને સગાને મારવાથી લેકે પણ બુરું બેલશે. પણ એ ચપળ બહુજ ખરાબ વર્તનવાળે અને ભાન વગરનો છે તેથી કદાચ છળકપટ કરીને મારી ચૂતમંજરીને ઉપાડી જાય અને તેને મારી નાખે અથવા હેરાન કરે તે એને પાછી ગ્રહણ કરતાં અથવા એને છોડી દેતાં મારી હલકાઈ થાય. વળી બીજી અગવડ એ પણ છે કે એની સાથે હું લડું તે વખતે મને સહાય કરનાર બીજો કોઈ મજબૂત માણસ પણ દેખાતો નથી કે જે આ ચૂતમંજરીનું મારી લડાઈ દરમ્યાન રક્ષણ કરે, માટે અત્યારે આ મારા રહેવાના સ્થાનથી દૂર ખસી જવું એજ વધારે સારું છે. આ પ્રમાણે વિચાર કરીને ચૂતમંજરીને લઇને હું ત્યાંથી (વૈતા ગિરિપરના મારા ગગનશેખર નગરથી ) નીકળી અચળ ચપળ પડ્યો અને આ કીડાનંદન નામનો બગીચો મારા સાથે યુદ્ધ જોવામાં ઘણીવાર આવ્યો હતો તેથી હું મારા નગરથી નીકળીને અહીં આવી આ લતામંડપમાં રહ્યો. ત્યાર પછી થોડા જ વખતમાં અમને બન્નેને શોધતાં શોધતાં પેલા અચળ અને ચપળ પણ અમારી પછવાડે અહીં આવી પહોચ્યાં. અચળ તે આકાશમાં રહીને મારી ઉપર તિરસ્કારનાં આકરાં વચન સંભળાવવા માંડ્યાં અને મારી સાથે સ્પર્ધા (હરીફાઈ) કરતે હાયતેમ મને તુચ્છ શબ્દો કહેવા લાગ્યું. એ વચનો સાંભળતાં મારા મન ની કેવી સ્થિતિ થતી હતી તે હું તમને જણાવું છું. એક બાજુએ મારી વહાલી પ્રેમમૂર્તિ પ્રિયાના સ્નેહના તાતણના બંધથી જાણે બંધાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy