________________
૧૧૬૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૫ આંખ ઉપર છે, વાહન મળવા ન મળવાને આધાર ગતિ (ચાલ) ઉપર છે, હુકમ કરવાની સ્થિતિ પ્રાપ્ત થશે કે નહિ તેનો આધાર સ્વર ઉપર છે અને સર્વ બાબતોને આધાર સત્વ (અંતરંગ બળ) ઉપર રહેલો છે.
“ચાલવાની રીતિ (ગતિ) કરતાં શરીરને રંગ (વર્ણ) વધારે અગત્યને છે, વણેના કરતા સ્વર વધારે અગત્યને છે, સ્વરથી પણ વધારે અગત્યની બાબત સત્ત્વ (અંતરંગ બળ) છે કારણ કે સર્વ બાબતને છેવટને આધાર સત્ત્વ ઉપર રહે છે.
“પુરૂષનો જે વર્ણ હોય છે તેવું તેનું રૂપ હોય છે, જેવું રૂપ હેય છે તેવું તેનું મન હોય છે, જેનું મન હોય છે તેવું તેનું સત્વ(અંતર બળ) હોય છે અને જેવું સત્ત્વ હોય છે તેવા તેનામાં ગુણો હોય છે.
આવી રીતે પુરૂષનાં લક્ષણો તારી પાસે સંક્ષેપમાં મે વર્ણવી બતાવ્યાં; હવે હું તને સ્ત્રીઓનાં લક્ષણે વર્ણવી બતાવું છું તે તું ધ્યાન રાખીને બરાબર સાંભળ.”
સત્વ-વન-ઉપાય. અહીં મેં (વામદેવે) વિમળકુમારને સવાલ કર્યો કે “મિત્ર! સર્વ લક્ષણુના આધારભૂત અત્યંત નિર્મળ સત્ત્વ છે એમ તે કહ્યું અને તેના છેવટે ભારે વખાણ કર્યા તો તે (સર્વ) પહેલેથી જેવું અને જેટલું હોય તેવું જ અને તેટલું જ રહે કે આ જન્મમાં કઈ પણ પ્રકારે તે વધારે અને વિશુદ્ધ પણ થઈ શકે ખરૂ?”
વિમળે જવાબમાં કહ્યું—“એ સત્વ આજ જન્મમાં પણ વધી “ શકે એવા ઉપાય છે તે સાંભળઃ-જ્ઞાન, વિજ્ઞાન (વિશેષ જ્ઞાન-સાયન્સ વિગેરે), ધૈર્ય (મજબૂતાઈ-હિમત), સ્મૃતિ અને સમાધિ એ સત્ત્વની “વૃદ્ધિના ઉપાયો છે. બ્રહ્મચર્ય, દયા, દાન, નિસ્પૃહીપણું (આશારહીત
થઈ કાર્ય કે ક્રિયા કરવાં તે), તપ અને ઉદાસીનતા એ સર્વ જ એ “સત્તને વધારવાના હેતુઓ છે, એથી સત્ત્વ વધારે શુદ્ધ થાય છે “અને પ્રાણીની પ્રગતિ થાય છે. એ વિશુદ્ધિના ઉપાયો વડે સત્વ જેટલા પુરતું અશુદ્ધ હોય તેટલું વિશુદ્ધ થાય છે; જેવી રીતે કાચ ઉપર ખારે કપરું કે હાથ લગાવવાથી તે વધારે સાફ થાય છે તે પ્રમાણે સત્યના સંબંધમાં જાણવું. એનું કારણ એ છે કે ઉપર જે
૧ સર્વને અર્થ અહીં શું કરે તે માટે જરા આગળ જુઓ. એનો અર્થ વિશુદ્ધ આત્મપારણતિ' હવે પછી કરવામાં આવશે તે અત્ર લાગુ પડતો લાગે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org