________________
પ્રકરણ ૨] નરનારી શરીરલક્ષણ.
૧૧૫ થાય છે, ત્યારે જે અગ્નિ જેવા રંગવાળા દેખાતા હોય છે તે ક્રીડાઓ કરાવનાર થાય છે.' - હવે સામાન્ય રીતે કહીએ તો સુખી અને ભાગ્યશાળી પુરૂષનાં ત્રણ અવયવ વિસ્તીર્ણ હોય છે. છાતી (હૃદય), કપાળ અને મુખ; ભાગ્યશાળીના ત્રણ ગંભીર (ઊંડા) હોય છે. ડુંટી, સત્ત્વ અને સ્વર. જે વાળ દાંત અને નખ સૂક્ષ્મ હોય તો સુખ આપનાર થાય છે અને ગળું, પીઠ, જંઘાઓ અને પુરૂષચિહ્ન ટુંકાં હોય તો તે પૂજવા યોગ્ય થાય છે. ભાગ્યશાળી જીવોની જીભ રાતી હોય છે અને તેવી જ રીતે હાથપગનાં તળીઓ પણ લાલ હોય છે તેને વધારે સારા સમજવાં. જે ભાગ્યશાળી પુરૂષે વધારે વખત જીવવાના હોય છે તેમના હાથ અને પગ વિશાળ હોય છે. જેના દાંત ચીકાશદાર હોય તેને સારું સારું ખાવાનું મળ્યા કરે છે અને જેની આંખો ચીકાશદાર હોય છે તે ભાગ્યશાળી હોય છે. જે પુરૂષ ઘણે લાંબો હોય, ઘણે ટુંકે હોય, ઘણે ભાડે હોય અથવા ઘણા કાળો હોય તે નિંદા કરવા યોગ્ય છે, પસંદ કરવા યોગ્ય નથી એમ સમજવું. જેઓની ચામડી, રોમ, દાંત, જીભ, કેશ (મવાળા) અને આંખો ઘણું લખાં (કાં) હોય તે પણ ભાગ્યશાળી નથી એમ લક્ષણશાસ્ત્રના જાણનારાઓ કહે છે.
કપાળમાં જે પુરૂષને પાંચ રેખાઓ પડતી હોય તેનું આયુષ્ય સો વર્ષનું હોય છે, જેને ચાર રેખાઓ પડતી હોય તેનું નવું વર્ષનું આઉખું હોય છે, જેને ત્રણ રેખાઓ કપાળમાં પડતી હોય તેનું સાઠ વર્ષનું આયુષ્ય હોય છે, જેને બે રેખાઓ પડતી હોય તેનું ચાળીશ વર્ષનું આયુષ્ય હોય છે અને જેને એક જ રેખા કપાળમાં પડતી હેય તેનું ત્રીશ વર્ષનું આયુષ્ય હોય છે.
ધનને આધાર હાડકાં ઉપર છે, સુખનો આધાર માંસ ઉપર છે, ભેગનો આધાર ચામડી ઉપર છે, સ્ત્રી પ્રાપ્તિ વિગેરેને આધાર
૧ ભમરા સરખા શ્યામ રંગના કેશવાળે ભેગી જાણ, ભુરા કેશવાળા લંપટ જાણ, જાડા કેશવાળે ટુંકા આયુષ્યવાળ જાણો, ટુંકા અને ટાટ્ટા કેશવાળાને લોભીઓ જાણો, બરડ કેશવાળાને સુખ મળતું નથી, લાલ કેશવાળે લોકપ્રિય થાય છે, લાંબા કેશવાળી સ્ત્રીને વલ્લભ થાય છે, નરમ કેશવાળાને માન મળે છે (ભદ્ર.) - ૨ સવઃ આખા શરીરને સામાન્ય દેખાવ, કાયરતાને અભાવ, અલીબ પગ. ભદ્રબાહુએ નાદ, હાસ્ય અને નાભિ ગંભીર હોય તેને ઉત્તમ કહ્યા છે. (સામુદ્રિક). - ૩ માદાર ને આ અર્થ છે. કવચિત્ કુમાર પાઠ દેખાય છે તેનો અર્થ સદાચારી હોય છે એમ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org