________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ પ
ધનવાળા અથવા ધનવાન્ થનારાના કાન ટુંકા અને જાડા હાય છે, ઉદરના જેવા કાનવાળા માણસ બુદ્ધિશાળી થાય છે અને જેના કાનમાં બહુ રૂંવાડા હાય છે તે મારું આયુષ્ય ભોગવનાર હાય છે એમ લક્ષણવેદી કહે છે.
૧૧૫૮
જે પુરૂષનું કપાળ વિશાળ અને ચંદ્ર જેવું હોય તે સંપત્તિને સારી રીતે મેળવે છે, જેનું કપાળ ઘણું વધારે મોટું હોય તે પ્રાણી બહુ દુઃખી થવાના છે એમ સમજવું અને જે પુરૂષનું કપાળ ઘણું નાનું હોય છે તે બહુ થોડા વખત જીવનારો છે એમ સમજવું.
જે પુરૂષના માથામાં ડાબી બાજુએ ડાબા વળ (આવર્ત-ભમરા) હોય તે પ્રાણી કોઇ પણ પ્રકારના લક્ષણુ વગરના, ભુખથી પીડા પામનારા અને ઘેર ઘેર ભીક્ષા માગનારે થવાનેા છે અને તેમ કરવા છતાં પણ તેને રસસ વગરના ટુકડા મળવાના છે એમ જાણવું. જે પુરૂષના માથામાં જમણે ભાગે જમણા વળ (આવર્ત–ભમરો) હાય તેના હાથમાં લક્ષ્મી તેા દાસી થઇને રહેશે એમ સમજવું. જે પુરૂષના મસ્તકના ડાબા ભાગમાં જમણા વળવાળા ભમરો હોય અથવા જમણા ભાગમાં ડાખા વળવાળા ભમરા હોય તે પુરૂષ પેાતાની જીંદગીના પછવાડેના ભાગમાં ભાગ ભોગવનાર થશે એમ સમજવું.
જે પુરૂષના માલ (કેશ) ભિન્નભિન્ન થઇ ગયેલા (છૂટા છૂટા પડી જતા) લુખા, મેલવાળા હેાય છે તે દરિદ્રી થાય છે એમ જાણવું; બાકી જે ખાલ કોમળ અને ચીકારાદાર હોય છે તે સુખ આપનાર
૧ જેનું કપાળ વિશાળ હેાય તે મેટી પદવી મેળવે છે, જેનું કપાળ નાનું હોય તે આયુષ્યે તથા બળે હીન થાય છે, વિષમ કપાળ હેાય તે ધનહીન થાય છે, વાક હેાય તે અપમાન પામે તથા ધનો નાશ કરે, જેના કપાળપર કેશ ઉગે તે કુળના નાશ કરનાર થાય, ખરબચડા કપાળવાળા ભાગ્યશાળી થાય, લીસા કપાળવાળા દરદ્રી થાય, અર્ધચંદ્રસમા કપાળવાળા સુખભેાગને વિલાસી થાય, તેજ કરતા કપાળવાળા ધનવાન થાય, જેનું કપાળ હમેશાં શીતળ રહેવું હાય અથવા દુ:ખ્યા કરતું હેાય તેને દુ:ખી અને રાગી જાણવા. (ભદ્ર.)
૨ વિશાળ મસ્તકવાળા ભાગ્યરાાળી અને બુદ્ધિમાન, ખૂણાવાળા વિષમ મસ્તકવાળા દરદ્રી અને દુરાચારી, પર્વતની જેવા ઊંચા મસ્તવાળા એકાવતારી, મસ્તકે ટાલવાળા ધન અને પુત્રથી સુખી અને મસ્તકપર બિલકુલ ખાલ વગરના હોય તેને દરિદ્રી નવા, (ભદ્ર.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org