________________
૧૧૫૪
ઉપમિતિ ભવપ્રપંચો કથા. (પ્રકરણું પિટ ગોળ હોય તે પણ ભોગ ભોગવવાને થોગ્ય છે એમ લક્ષણ જાણું નારાઓ કહે છે.
જે પ્રાણની કુક્ષી (બગલ) દેડકા જેવી હોય તે પુરૂષ શુરવીર થાય છે.
જે પુરૂષની ડુંટી ગંભીર (વિશાળ અને ઊંડી) હેય તેમજ દક્ષિણાવર્ત એટલે જમણી બાજુએ વળ લેનારી હોય તેને સુંદર કહેવામાં આવે છે અને જે ડુંટી ઊંચી હોય અને વામાવર્ત એટલે જેને આવર્ત (વળ) ડાબી બાજુએ જતો હોય તે પસંદ કરવા યોગ્ય નથી એમ લક્ષણના જાણનાર જ્ઞાનીઓ કહે છે.
“ભાગ્યશાળી પુરૂષની છાતી (વક્ષસ્થળ) 'વિશાળ હોય છે, ઉન્નત હોય છે, આગળ પડતી (તુંગ) હોય છે, ચીકાશદાર હોય છે, બહુ રૂવાડાંવાળી હોય છે અને સુકોમળ હોય છે અને એથી ઉલટી જેઓની છાતી ટુંકી, બેસી ગયેલી, લુખી, મવાળા વગરની અને કઠણ હોય છે તે નિર્ભાગી છે એમ જાણવું.
જેમની પીઠ કાચબા સિંહ ઘેડા અથવા હાથીની પીઠ જેવી હોય છે તે પુરૂષ બહુ શોભાયમાન લાગે છે.
જે પુરૂષના હાથ ઉબદ્ધ હોય તે જાતે દુષ્ટ થશે અથવા છે એમ જાણવું, ટુંકા હાથવાળા દાસ-નોકર થવાનાં છે એમ સમજવું, લાંબા હાથવાળા ભાગ્યશાળી છે એમ ધારવું; કારણ કે લાંબા હાથને બહુ પ્રશંસાપાત્ર ગણવામાં આવ્યા છે.
જેની બન્ને હથેળીઓ કઠણ હોય તેને વિશેષ કામ કરવું પડવાનું નથી એમ સમજવું. બાકી આંગળીના નખનાં સંબંધમાં તો જે પ્રમાણે પગના નખ માટે હકીકત કહી છે તે જ પ્રમાણે સમજી લેવી.
જે પુરૂષની ખાંધ બહુ લાંબી હોય, ઘેટા જેવી હોય અથવા માંસ વગરની હોય તે ભાર ઉપાડનાર મજુર છે એમ સમજવું, જે
૧ “વિશાળ” વિશેષણ આજુબાજુને અંગે છે, તું” વિશેષણ પેટની સાથે સખામણીમાં ઉચી એમ બતાવે છે અને ઉન્નત” તે પડખાની સાથે સંબંધ રાખે છે.
૨ ઉદબદ્ધઃ બંધાઈ ગયેલા. કેટલાકના હાથે ઉચા થઈ ન શકે, પણ સાથે થાકી ગયેલા જેવા લાગે તે ખરાબ છે. કોઈ આ શબ્દનો અર્થ લઘથી મોટા અને જોઈએ તેથી નાના એમ કરે છે.
૩ જે પુરૂષના હાથ છેક ઘુંટણ સુધી લાંબા અને દરવાજાની બેગળ સરખા સીધા હોય છે તે માણસને અત્યંત ગુણી જાણ, તથા જેના હાથ કા હેર તેને ધનરહિત જાણ. (ભદ્ર.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org