________________
પ્રકરણ ૨]. નરનારી શરીરલક્ષણ
૧૧૫૩ ભાગ્યશાળી છે એમ સમજવું અને એવા પગો પ્રાણને સુખ અપાવનાર છે એમ જાણવું. - જે પુરૂની જાંગ (પીડી) કાગડા જેવી દુર્બળ હોય છે, જેઓની પાડીઓ લટકતી હોય છે અને જેઓની જાંગ બહુ લાંબી અને જાડી હોય છે તે પુરૂષે દુઃખીઆ હોય છે અને પિતાને પગે મુસાફરી કરનારા છે એમ જાણવું-મતલબ તેઓના નસીબમાં બેસવા માટે વાહન નથી-ઘરના ગાડી ઘોડા મ્યાના પાલખી વિગેરે તેમને મળવાના નથી એમ સમજવું.
જે પુરૂષ ચાલે ત્યારે જેમની ગતિ (Gait) હંસના જેવી હોય, મેવ જેવી હોય, હાથી જેવી હોય, બળદ જેવી હોય, તેવા પ્રાણીઓ આ લોકમાં સુખી થાય છે અને તેથી ઉલટા પ્રકારની જેઓની ચાલવાની ગતિ હોય છે તે દુઃખી છે અથવા થશે એમ સમજવું.
બન્ને ઢીંચણે (જાનઓ) જરા ગૂઢ હોય અને એના સાંધાઓ સારી રીતે ગોઠવાઈ ગયેલા હોય તે તે પ્રાણુને સુખી સમજ, બહુ ઘક અને જાડા જાનુ હોય તે સારા સમજવા નહિ. - પુરૂષચિહ્ન ટુંક હય, કમળ જેવી સુંદર કાંતિવાળું હોય, ઉન્નત હેય અને તેને અગ્ર ભાગ શુભ હોય તે તે સારું સમજવું; જેનું પુરૂષચિહ વાંકુંચૂકું હોય, લાંબુ હોય અને મલીન હેય તે ખરાબ છે એમ જાણવું.'
જે પુરૂષના વૃષણે સહજ લાંબા હોય છે તે મેટા આયુષ્યવાળા થાય છે, બે વૃષણ નાના મોટા હોય તે તે પ્રાણી ઓછા આયુષ્યવાળે છે એમ જાણવું.
“પુરૂષની કેડ માંસથી ભરેલી અને વિસ્તારવાળી હોય તે વધારે સારી છે એમ સમજવું અને જે તે તદ્દન પાતળી અને સાંકડી હોય તે દરિવ્ર આપનારી છે એમ સમજવું.
જે પુરૂષનું પેટ સિહ વાઘ અથવા મોર (કુકડા)ના પટ જેવું હેય અથવા જેનું પેટ બળદ અથવા મત્સ્ય (માછલા)ના પટ જેવું હેય તે પ્રાણુ અનેક ભેગ ભેગવનાર થશે એમ જાણવું, તેમજ જેનું
૧ ભદ્રબાહુ સામુદ્રિકમાં કહે છે-લક્ષણવિનાનું જેનું લિંગ હોય તેને ઘણા પ હય, જેનું લિંગ ડાબી બાજુએ ગોળ આકારનું હોય તેને ઘણું પુત્રીઓ થાય.
૨ વિશાળ કડવાળાને પુત્રથી સુખ મળે છે, માંસરહિત કેડવાળાને બહુ સુખ મળે છે, જેની કેડ કેસરીસિહ જેવી હોય તે ચતુર નાયક થાય છે અને જેની કેડ વાંદરા જેવી હોય તે દુઃખી થાય છે. (ભદ્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org