________________
૧૧૩૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
થતું હતું, મારું રૂપ તા કાઇને મારા ઉપર થૂંકવું પણ ન ગમે તેવું કદરૂપું થતું હતું, કોઇ વખત તપસ્યા કરતા તે તે પણ પ્રશંસા કરવા યોગ્ય નહિ પણ નિંદાને ચેાગ્ય થતી હતી, જન્મથી જ ભિખારીના અવતાર અને દારિઘ્રનું ઘર થતા હતા અને નિરંતર મૂર્ખતા તા મારી સાથે જ રહેતી હતી, સર્વત્ર ભિખારીવેડા મને પ્રાપ્ત થતા હતા અને માગવા છતાં પણ મળે નહિ તેના સંતાપથી એ ભીખનેા ધંધા પણ નિરંતર અત્યંત ભયાનક અને આકરો થઇ પડતા હતા. સર્વે પ્રાણીઓ જાણે મને ઇચ્છતા જ ન હોય, મારાથી દૂર નાસી જવામાં આનંદ માનતા હોય અને મને પેાતાના દુશ્મન ગણતા હોય એવા પ્રકારની મારી સ્થિતિ થઇ પડી.
ભવિત
જુદી જુદી ગાળીઓ આપીને મારાં એવાં એવાં રૂપે વ્યતાએ પ્રકટ કર્યા અને ત્યાં અનેક પ્રકારે જાદે જાદે વખતે મારી જીભ ખેંચી કાઢવામાં આવી, તપાવેલું તાંબુ મને પાવામાં આવ્યું, હું અનેક વાર મુંગા થયા, ગુંગણા થયા અને અનેકવાર મારી જીભ કપાણી.
*
પ્રજ્ઞાવિશાળાની વિચારભવ્યતા,
સંસારીજીવ આ પ્રમાણે બેાલતા હતા ત્યારે પ્રજ્ઞાવિશાળાએ વિચાર કર્યો કે અહા! માન અને અસત્યભાષણ (શૈલરાજ અને મૃષાવાદ )નાં ભયંકર પરિણામા તા જુઓ ! એને વશ પડીને આ સંસારીજીવ પેાતાને મળેલા મનુષ્યભવ હારી ગયો, એ જ ભવમાં તેણે અનેક પ્રકારની વિડંબનાઓ સહન કરી, તેને પરિણામે અનંત સંસારસાગરમાં અવગાહન કર્યું, ત્યાં વિવિધ પ્રકારનાં દુઃખાના સાક્ષાત્ અનુભવ કર્યો અને અત્યંત અધમ જાતિ ફળ વિગેરે પ્રાપ્ત કર્યાં. ખરેખર ! શૈલરાજ અને મૃષાવાદની મિત્રતા તે બહુ આકરી પડી ગઇ !
? એ સર્વ ગર્વ-અભિમાનનાં ફળ સમજવાં. વધારે હલકાઇ થવાના પ્રસંગા તેથી આવે છે.
૨ આ મૃષાવાદનાં ફળ સમજયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org