________________
પ્રકરણ ૪૦] રિપુદારણને ગર્વ અને પાત.
૧૧૩૧ સંસારીજીવે આગળ વાર્તા ચલાવી–
અગૃહીતસંકેતા! ત્યાર પછી ભવિતવ્યતા વળી મને ભવચકપુરમાં આવેલ મનુજગતિ નામની નગરીમાં લઈ ગઈ. ત્યાં મારામાં મધ્યમ પ્રકારના ગુણ આવ્યા. એને લઈને ભવિતવ્યતા મારા ઉપર પ્રસન્ન થઈ, રાજી થઈ, અને સંતોષ પામીને મારી સાથે રહેવા માટે પાછે મારા પુણ્યોદય મિત્રને જાગૃત કર્યો અને મને કહ્યું “આર્યપુત્ર! તમે મનુજાતિ નગરીના વધેમાનપુરમાં હવે પધારો અને ત્યાં સુખેથી રહો. આ યુદય તમારી સાથે ત્યાં આવશે અને તમારી સેવા કરશે” સ્ત્રીને વશ હોવાથી મેં તે તેની આજ્ઞા માથે ચઢાવી. એ વખત પછી તુરતમાં એ ભવમાં ભેગવવા યોગ્ય જે ગોળી મારી પાસે હતી તે પૂરી થતાં મને ભવિતવ્યતાએ વર્ધમાનપુરમાં ભેગવવા
ગ્ય બીજી ગોળી આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org