________________
રિપુદારણનો ગર્વ અને પાત.
૧૧૨૯
વ્યતાએ મને પાછી એક નવી ગોળી આપી. એ નવીન ગળીના પ્રતાપથી હું વળી પંચાક્ષપશુસંસ્થાન નામના નગરમાં ગયે (તિર્યંચ પંચદ્રિય ગતિમાં ઉત્પન્ન થયે). ત્યાં વળી મારી પાસે 'શિયાળવાને આકાર મારી ભવિતવ્યતા સ્ત્રીએ ધારણ કરાવ્યું. મારી સ્ત્રી ભવિતવ્યતાને આનંદ રમત ખેલ કરવાને ઘણે અજબ શેખ હતો, તેથી તેણે તે મને ખૂબ ફેરવ્યો, ઘણો રખડા, કેટલી વખત પાપિષ્ટનિવાસ નગરીના સાત જૂદા જાદા પાડાઓમાં ફેરવ્ય, એક વાર તે એક પાડામાં લઈ જાય, વળી એક વાર કે વધારે વાર પંચાક્ષપશુસંસ્થાનમાં ફેરવે, વળી પાછી પાપિચ્છનિવાસમાં લઈ જાય, વળી કેટલી વાર વિકલાક્ષનિવાસ નગરમાં લઈ જાય, અનેકવાર એકાક્ષનિવાસ નગરમાં ફેરવી આવે, કે કોઇવાર મનુજગતિ નગરમાં પણ લઈ જાય, એમ જુદા જુદા નગરમાં અનેક વાર ફેરવ્ય, માત્ર એક અસંવ્યવહાર નગરને મૂકીને બાકીનાં સર્વ નગરમાં મને અનેકવાર ધકેલા ખવરાવ્યા, અનેક પીડાઓ આપી, અનેક અનુભવ કરાવ્યા. કર્મપરિણુમ મહારાજાએ આપેલ એક ભવમાં દવા યોગ્ય કર્મની ગોળી પૂરી થાય કે તુરત જ બીજી એકભવવેદ્ય ગોળી આપવાની લેજના તે પ્રથમથી જ કરી મૂકતી હતી. આવી રીતે અરઘટ્ટઘક્ટિ (રેંટના ઘડીયંત્ર) ન્યાયથી મને અનેક જગ્યાએ ફેરવ્યો, રખડાવ્યો, તગાડાવ્યું. જેમ જળચક્કીમાં એક ઘડી ઉપરથી ખાલી થાય, વળી નીચે જાય ત્યાં ભરાય, વળી ઉપર આવે, પાછી ખાલી થાય, વળી નીચે જાય, એમ વારંવાર ઉપર નીચે થતાં અનેક આંટાએ ફરે, ચકરાવાનાં સઘળાં સ્થળને ફરસે-આવા મારા હાલ બરાબર થતા હતા. આવી રીતે સર્વ સ્થાનકે અનંત વાર મને ફેરવવામાં આવ્યો.
એવી રીતે અનેક સ્થાનકે મને રખડવામાં આવતો હતો ત્યાં વળી મારી જાતિ પણ તદ્દન હલકામાં હલકી થતી હતી, મારું ફળ પણ ઘણું જ નિંદા કરવા લાયક થતું હતું, મારું બળ તે તદ્દન નિર્માલ્યા
૧ અનેક ભવમાં શિયાળને ભવ ખાસ શા માટે નોંધ્યું છે તે સમજાતું નથી. અભિમાનનું તે પરિણામ હોવું જોઈએ, કારણું શિયાળ ચોપગામાં અતિ તુચ્છ ગણાય છે.
૨ વિકળેઢીઃ બેઇદ્રિય, ઇદ્રિય, ચૌરિંદ્રિયમાં. ૩ એકેંદ્રિયમાં.
૪ અવ્યવહાર રાશિમાંથી નીકળ્યા પછી પ્રાણું સૂક્ષ્મ વનસ્પતિમાં જાય તે પણ તેને વ્યવહાર રાશિઓ’ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org