________________
૧૧૨૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રકાશ ૪ રિપુદારણને તિરસ્કાર. આખરે થયેલું તેનું મરણ,
કુલભૂષણને રાજ્યાભિષેક, આવી રીતે તપન ચકવતીની સમક્ષ નાટક ચાલતું હતું અને મને ખુલ્લી રીતે તિરસ્કાર થતો હતો તે વખતે મારામાં મૂઢતા અને ઉન્માદ વધતા જ ગયા, મને મારી જીંદગી જોખમમાં લાગી. આખરે દીનતાપૂર્વક અનેક પ્રકારના નાચ મેં કર્યા, હું છેવટે ઢેઢ અને જંગી એને પણ પગે પડ્યો અને તદ્દન નિર્માલ્ય જેવો નકામો થઈ ગયો.
તપન ચક્રવતીએ તે જ વખતે મારે એક કુલભૂષણ નામને ભાઈ હતો તેને સિદ્ધાર્થપુરના રાજ્ય ઉપર ગાદીએ બેસાડશે અને તેને તે જ વખતે અભિષેક કર્યો. હવે અગૃહતસંકેતા! તે વખતે મને ગડદાપાટુ એટલા બધા વાગ્યા હતા કે તેને લઈને મારું શરીર તદ્દન નખાઈ ગયું, આખરે તે જ વખતે મારા પેટમાંથી લેહી પડ્યું અને મને મોટો સંતાપ થઈ આવ્યું. તે જ વખતે મને એ રિપુદારણના ભવમાં ચાલે તેવી એક ગોળી ભવિતવ્યતાએ આપી હતી તે પૂરી થવા આવી. ભવિતવ્યતાએ તે વખતે મને બીજી ગોળી આપી.
નરક્યાતના અને સંસાર ભ્રમણ
પારવગરના ત્રાસે અને દુખો ભવિતવ્યતાએ મને બીજી ગોળી આપી તેના પ્રતાપથી હું પાપિષ્ટનિવાસ નગરીના "મહાતમઃ નામના પાડામાં ઉત્પન્ન થયે, ત્યાં રહેનારા પાપિષ્ટ કુળપુત્રનું રૂપ મેં ધારણ કર્યું. ત્યાં હું તેત્રીશ સાગરેપમ સુધી રહે, મેં અનેક પ્રકારનાં મહા ભયંકર દુઓ ત્યાં ભોગવ્યા, જાણે હું દડે હોઉં તેમ આમ તેમ ઉપર નીચે અથડાતે ગબડા હતું અને વજન કાંટાઓ મને આગળ પાછળ ઊંચે નીચે ભેંકાતા હતા અને ભયંકર દુઃખ આપતા હતા. સાતમી નારકીમાં સર્વથી વધારે ભયંકર પીડા થાય છે. એવી રીતે અતી ભયંકર દુઃખસાગરમાં હું ઘણું લાંબા કાળ સુધી ડૂબી રહ્યો. જ્યારે એવો લાંબો તેત્રીશ સાગરોપમનો કાળ પૂરું થવા આવ્યો ત્યારે તેને છેડે ભવિતવ્યતાએ મને જે ગોળી આપી હતી તે પૂરી થવા આવી એટલે વળી ભવિત
૧ સાતમી નારકી. ૨ સાગરોપમના અર્થ માટે જુઓ પૃ. ૨૬૪-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org