________________
ઋગ્ણુ ૪૦ ]
રિપુદારણના ગર્વ અને પાત
૧૧ર૧
હતું અને તેની અસર મારા સર્વ અંગે ઉપર ઘણી થયેલી હાવાથી હું ધમધમાયમાન થઇ ગયા અને સર્વાંગે સ્તબ્ધ બની ગયો. એવા પ્રકારની સ્થિતિમાં મેં મંત્રીઆનાં વચન સાંભળી તેમને જણાવ્યું “અરે મૂર્ખાઓ! મારી પાસે તે તપન કાણુ માત્ર છે? હું એની પૂજા કરૂં અને તે મારૂં પૂજન ન કરે એ તે ક્યાંના ન્યાય? એને કરવી હોય તે તે મારી પૂજા કરે.” રાજાનાં (મારાં) આવાં વચન સાંભળી મંત્રી અને સેનાપતિ મારી પ્રત્યે ખેલ્યા “દેવ! આપ એવું વચન ન મેલા. જો આપ એ તપન ચક્રવર્તીનું પૂજન નહિ કરો તે એક તેા તમારી પેઢી દરપેઢીથી જે નિયમ ચાલ્યા આવે છે તેના ભંગ થશે, રાજ્યનીતિ આખી ઉલયઇ જશે, પ્રજામંડળ આખું નાશ પામી જશે, રાજ્યસુખના ત્યાગ કરવા પડશે, વિનયવિચાર દૂર થશે અને અમારાં વચનના અનાદર થશે. માટે આપે તેવું ખેલવું ચેાગ્ય નથી; તેથી હે પ્રભુ! અમારી ઉપર મહેરબાની કરીને આપ તપન ચક્રવર્તીનું યેાગ્ય આદરાતિથ્ય કરો. અમને લાગે છે કે એમ કરવું એ આપશ્રીને ઉચિત છે.” આ પ્રમાણે ખેલતાં ખેલતાં સર્વ મારા પગમાં પડ્યા અને મને વિનવવા લાગ્યા, તેથી શૈલરાજે મારા હૃદય ઉપર જે લેપ કર્યો હતેા તે જશ નરમ પડ્યો; પરંતુ કમનસીબે તે જ વખતે મૃષાવાદે મારી ઉપર અસર કરી એટલે તેની અસર તળે મેં મારા મંત્રીઓને જવાબ આપ્યા કે મંત્રીઓ ! અત્યારે મને ત્યાં આવવાના ઉત્સાહ થતા નથી, માટે તમે મારી અગાઉ ત્યાં જાઓ, યથાયાગ્ય સર્વ કરો અને સમય જાળવી લેા; હું તમારી પછવાડે આવું છું અને તપન મહારાજાને એમની રાજસભામાં આવીને મળું છું.” મારાં આવાં વચન સાંભળીને ‘જેવી આપની આજ્ઞા' એમ ખેલતા મારા મંત્રીઓ વિગેરે તપન ચક્રવર્તીની સન્મુખ ગયા.
શૈલરાજાના ધમધમાટ.
મૃષાવાદે ઝડપ્યા.
મારા મંત્રી
અને બીજા રાજલેાકા સવૅ તપન ચક્રી પાસે ગયા. એ તપન ચક્રવર્તી પાસે વિવિધ દેશની ભાષા, વેશ, વર્લ્ડ, સ્વર, ભેદ, વિજ્ઞાન અને અંદરની ગુપ્ત વાતા જાણનારા અનેક જાસુસેા હતા. વાત એમ બની કે એ તપન ચક્રવર્તીના કોઇ જાસુસને મારી આ સર્વે હકીકૃતની ખબર પડી અને મારા મંત્રીએ ચક્રવર્તી પાસે ગયા તે પહેલાં ચક્રવર્તીને આ સર્વ હકીકત તેણે નિવેદન કરી અને ત્યાર પછી મારા
શૈલમૃષાનું
સામ્રાજ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org