________________
૧૧૨૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ મંત્રી સેનાપતિ વિગેરે તુરત જ તપન ચક્રવતી પાસે પહોંચી ગયા, તેમણે યોગ્ય રીતે વિનય કર્યો, તેને પગે પડ્યા, તેની પાસે અમૂલ્ય નજરાણું ધર્યા અને તેના હૃદયને વશ કર્યું. ચકી એ સર્વને રાજસભામાં બેસવાનું સ્થાન આપ્યું. સ્વાભાવિક રીતે ત્યાર પછી ચક્રવતીએ રિપુદારણ (મારી) સંબંધી હકીકત પૂછી અને તે કેમ આવેલ નથી એમ સવાલ કર્યો. મંત્રીઓએ હાથ જોડી તુરત જ ઉત્તર આપે, “મહારાજ ! આપશ્રીની કૃપાથી રિપુદારણ કુશળ છે અને એ આપશ્રીને નમસ્કાર કરવા સુરતમાં જ આવે છે. આ પ્રમાણે કહીને તેઓએ મને બોલાવવા માણસો મોકલ્યા. મને બોલાવનાર માણસો મારી પાસે આવી પહોંચ્યા તે વખતે
શૈલરાજ અને મૃષાવાદ બન્ને એકી વખતે મારામાં ધૃષ્ટ તા ની બરાબર ખીલી રહ્યા હતા એટલે મારી પાસે આવપરિસિમા. નારાઓને મેં કહ્યું “તમે તરત જ અહીંથી જઈને
મારા મંત્રીઓને અને સેનાપતિઓને કહે કે “મૂMઓ! મોટા અધમ પાપી દુરાત્માઓ! તમને ત્યાં (તપન ચઢી પાસે) કેણે મોકલ્યા છે? હું તો ત્યાં આવવાનો જ નથી અને તમને જે તમારા જીવતરની ઈચ્છા હોય તે તુરત જ પાછા આવે, નહિ તે સમજી લેજો કે તમારું આવી બન્યું ” મારાં આવાં વચન સાંભળીને મને તેડું કરવા આવ્યા હતા તે તપન ચકી પાસે પાછા ગયા અને મારા મંત્રી અને સેનાપતિઓને મારાં વચને કહી સંભળાવ્યાં.
મંત્રીસેનાપતિની મુંઝવણ મહાપુરૂષની વ્યવહારદક્ષતા,
સેવ્યસેવકધર્મપર આલોચના મારા શબ્દો સાંભળીને મંત્રી સેનાપતિ તો બાપડા મુંઝાઈ ગયા, ગભરાઈ ગયા, ત્રાસી ગયા, ઉદ્વેગમાં પડી ગયા. બન્ને તરફથી જીવતરની આશા છેડી બેઠા, મુંઝવણમાં એક બીજાના મ્હોં સામું જોવા લાગ્યા અને શું કરવું તે બાબતને મર્યાદાભંગને લઈને નિર્ણય કરવા તદ્દન અશક્ત થઈ ગયા. તપન ચક્રવર્તી જે ઘણો વિચક્ષણ હતો તે તેઓની મુંઝવણ તુરત સમજી ગયો અને બોલ્યો “અરે લોકે! ધીરા પડે, જરા પણ બીક રાખશે નહિ, એમાં તમારે કાંઈ પણુ દોષ નથી, તમારે વાંક નથી, તમારો ગુન્હો નથી. રિપુદારણના ઢંગધડા કેવા છે એ તો હું સારી રીતે જાણું છું, તમારે એમાં જરા પણ ગભરાવાનું કારણ નથી. હું જાતે જ એ રિપુદારણને જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org