________________
૧૧૨૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રરતા ૪ બહાર કાઢવા જેવું હતું. એવા સંયોગોમાં મકરા પુરૂષો મારી અંદર અંદર મકરી કરતા હતા, પંડિત લોકે પોતાની અંદર મારી નિંદા કરતા હતા, ધૂતારા લેકે કાંઈ મીઠાં, ખુશામતનાં, બેટાં વચન કહે તેથી હું રાજી રાજી થઈ જતો હતો. મારામાં અભિમાન અને અસત્યનું એવું સામ્રાજ્ય સ્થાપન થઈ ચૂક્યું હતું કે હું તેઓને બરાબર વશ થઈ ગયો હતો, પરંતુ હજુ મારે પુણ્યદય મિત્ર અંદરથી જોર આપ્યા કરતું હતું, તેને લઈને મેં કેટલાંક વર્ષ સુધી આનંદથી રાજ્ય પાળ્યું, મારાં બન્ને પાપી મિત્રો મારી પાસે હતા. છતાં પણ મારું પુણ્ય તપ્યાં કર્યું. એવી રીતે રમત માત્રમાં કેટલાંક વર્ષો પસાર થઈ ગયાં.
તપન ચક્રવતીનું આગમન અને તત્રકાર પ્રેરણા શૈલરાજની અસર તળે-મૃષાવાદને પાલવે,
અસત્ય બોલીને ન ગયે, અભિમાનથી ન નમે, હવે તે વખતે ઉગ્ર પ્રતાપી આજ્ઞાવાળો અને શત્રુને તાપ કરનાર આખી દુનિયા ઉપર પોતાનું સાર્વભૌમપણું સ્થાપન કરનાર તપન નામને એક ચક્રવર્તી રાજા હતા તે પૃથ્વી જેવાની ઈચ્છાથી પોતાના આખા લશ્કર અને બીજી સામગ્રી સાથે ભમતે ભમતિ સિદ્ધાર્થ નગરે આવી પહોંચશે. મારા મોટા મંત્રીઓને તેના આવવાના સમાચાર મળી ગયા. તેઓ રાજનીતિમાં ઘણું કુશળ હતા. તેથી તેઓએ મારું હિત લક્ષ્યમાં રાખી એકઠા થઈને મને કહ્યું કે “આ પૃથ્વીપતિ તપન નામને ચક્રવતી દુનિયામાં સર્વથી મટે છે તેથી હે દેવ! તેની સન્મુખ જઈ તેના દરજાને યોગ્ય તેનું સન્માન કરે, તેને આદર સત્કાર કરે. એ તપન ચક્રવતી સર્વ રાજાઓને ખાસ કરીને પૂજ્ય છે, તમારા પિતા અને વડિલે તેની પૂજા કરતા હતા, તેની આજ્ઞા સ્વીકારતા હતા અને તેને માન આપતા હતા. અને અત્યારે તો ચાલી ચલાવીને તમારે ઘરે (પરણું તરીકે) તે આવ્યા છે તે ખરેખર, તે વધારે અને ખાસ માનને યોગ્ય છે માટે આપે તેની બરાબર પરણાગત કરવી જોઈએ.”
તે અરસામાં શૈલરાજે મારી ચેતનામાં પિતાનું ઝેર દાખલ કર્યું
૧ મતલબ કે જૂઠું બોલવામાં કોઈ પ્રકારનો વિવેક આડે આવી અલાના કરતો નહોતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org