________________
૧૧૦૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ એક વખત તે દારૂમાં લચપચ થઈને બેઠે હતો તે વખતે તેને લોલતાએ પ્રેરણું કરી તેથી તેને વિચાર એક મોટા બકરાને મારવાને થે, પરંતુ દારૂને લીધે પોતાની જાતનું ઠેકાણું ન હોવાથી તેણે (જડે) બકરાને બદલે તેને ગોવાળીઆને મારી નાખ્યો. પ્રથમ તે ગોવાળીઆનું ખૂન પોતાને હાથે બકરે ધારીને થઈ ગયું, પરંતુ એ હકીકત જ્યારે જડના સમજવામાં આવી ત્યારે લોલતાના તરફથી થતાં દુઃખને અંગે જડે વિચાર કર્યો કે અત્યાર સુધી પોતે જનાવરનાં તથા પક્ષીઓનાં માંસથી તો લલતાને વારંવાર ધરવી દીધી છે, પરંતુ તેને કદિ પણ મનુષ્યનું માંસ આપ્યું નથી; તો હવે આજ તે એને મનુષ્યનું માંસ આપું અને પછી જોઉં કે એથી રસનાને કે સંતોષ થાય છે! આવો મહા અધમ વિચાર કરીને જે ગોવાળીઆનું ખૂન કર્યું હતું તેના શરીરમાંથી માંસ કાઢ્યું, તેને સુધારી સમારી સારી રીતે રાંધ્યું અને લાલતાને આપ્યું. આ નવીન પ્રકારના ખોરાકથી રસનાને આનંદ થયો, તે તુચ્છ ખોરાક ખાવામાં તેની તુચ્છ વૃત્તિ વિશેષે પષાણી, રસના અને લલિતાને હરખ થયો અને તેથી ભાઈસાહેબ જડના મનમાં પણ આનંદ થયો.
ત્યાર પછી લેલતા વારંવાર જડને પ્રેરણું કરવા લાગી કે તેણે મનુષ્યનું સુંદર માંસ તેને આપ્યા કરવું. તેથી મૂર્ખ ને અક્કલ વગરને જકુમાર પણ બીજા ત્રીજા માણસને મારી નાંખીને તેનું માંસ પિતાની વહાલી રસનાને આપવા લાગ્યો અને તેની સાથે મનુષ્યમાંસ હોંસથી ખાતાં ખાતાં તે તે બરાબર રાક્ષસ જ થઈ ગયો. તેનું અતિ અધમ વર્તન જોઇને બાળકે પણ તેની નિંદા કરવા લાગ્યા, તેના સગાસંબંધી અને ભાઇભાંડુઓએ તેને તજી દીધો અને લેકે તેનું વારંવાર અપમાન કરવા લાગ્યા. આવી રીતે પાપકર્મ કરવાને પરિમે તેને અનેક પ્રકારની શરીર અને મન સંબંધી પીડાઓ ઉત્પન્ન થઈ.
હવે એ જડકુમારની મનુષ્યમાંસ ખાવાની ઈચ્છા તે દિનપરદિન વૃદ્ધિ પામવા લાગી. એક રાત્રે મનુષ્યને મારવાની ઈચ્છાથી લલતાને સાથે લઈને ચોરની પેઠે તે એક શૂર (નામના) ક્ષત્રિયના ઘરમાં પેઠે ઘરમાં જોતાં જણાયું કે એ શુર ક્ષત્રિયન છોકરે ઉંધી ગયો હતે. જડે તે છોકરાને (મારી નાખવા માટે) ઉપાડ્યો અને જે તે છોકરા સાથે બહાર નીકળવા જાય છે તે શર ક્ષત્રિયે તેને દીઠે. તેને જોતાં જ શૂરને તેના ઉપર પ્રચંડ ક્રોધ ઉત્પન્ન થયા અને તેણે માટે કેળાહળ મચાવી દીધે, આડશીપાડોશી સગાસંબંધી એકઠા થઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org