________________
પ્રકારણ ૩૮ ] રસના સાથે વિચક્ષણ જડ વ્યવહાર.
૧૧૦૫
ભિલાષની કરી કેવી રીતે થતી હતી અને તે ખામત તેઓએ કેવી રીતે જાણી હતી, ત્યાર પછી પાતે કુતૂહળથી ભવચક્રનગરે કેવી રીતે ગયા હતા અને અનેક પ્રકારના અનાવાથી ભરપૂર તે વિશાળ નગર તેઓએ કેવું જોયું અને તેમાં તેમણે શું શું નેયું, ત્યાર પછી વિવેકગિરિપર કેવા પ્રકારના મેાટા મહાત્માએ જોયા, એ પર્વતપર ચારિત્રધર્મરાજાનું સ્થાન કેવું સુંદર હતું અને કેવું લાગતું હતું. ત્યાં વળી સંતાષને જોતાં તેમના મનમાં કેવા કેવા વિચારે થયા, સંતાષની ચેષ્ટા કેવા પ્રકારની હતી, તે અનેક લાકને ભવચક્રથી તદ્દન મીજી નગરીમાં કેવી રીતે ઘસડી જતેા હતેા–આ વિગેરે સર્વ મામા વિમાઁ વિચક્ષણ (મનેવી) અને બીજા સર્વની સમક્ષ લંખાશુથી કહી બતાવી.
પ્રકરણ ૩૮ મું.
રસના સાથે વિચક્ષણ જડ વ્યવહાર.
જડનું મર્યાદા લેાપન, મનુષ્ય માંસ ભક્ષણ, જડનું ખૂન,
વે પેલા જડ કુમાર તે લેાલતાના કહેવાને સાચું માનીને રસનાને માંસ મદ્ય વિગેરે ખારાકાથી સારી રીતે પેષતા હતા, તેની લાલનાપાલના સારી રીતે કરતા હતા અને તેમાં એટલા બધા લુબ્ધ થઇ ગયા હતા કે બીજી કોઈ બાબતનેા જરા પણ વિચાર કરતા ન હતા. એ તે રસનામાં એટલા બધા આસક્ત થઇ ગયા કે અમે તેવું નિંદવા લાયક કામ કરતાં મેટામાં મેટું પાપ લાગે તે પણ જતા ન હાતા, પોતાના ઊંચા કુળને તેથી કેટલે! અટ્ટો લાગશે તે પણ વિચારતા ન હેાતા અને પેાતાના કુળની મર્યાદા કેવી હતી તેને પણ ખ્યાલ કરતા ન હાતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org