________________
પ્રકરણ ૩૮ ] રસના સાથે વિચક્ષણ જડ વ્યવહાર.
૧૦
ગયા, તેઓએ જડને ખૂબ માર્યો, પછી આંધી લીધા અને પાટુ લાકડી તથા ધેાકા વિગેરેથી તેને અધમુઓ કરી દીધા. આખરે તેને એટલે માર પડ્યો કે મારની ભયંકર પીડા વેઠીને તેજ ઘરમાં તેજ રાત્રે જડ મરણ પામ્યા. જડના ભરણુસમાચાર બીજે દિવસે સવારે લાકામાં ફેલાયા, ત્યારે લોકો ઉલટા રાજી થયા અને જડના બંધુઓએ અને ખુદ રાજાએ પણ શૂરને કાંઇ કર્યું નહિ, કાંઇ પૂછ્યું પણ નહિ અને દરેક મનમાં સમજવા લાગ્યા કે એક પીડા દૂર થઇ અને તે એકંદરે સારૂં જ થયું. ઉપરાંત વળી તે વિચારવા લાગ્યા કે એ જડકુમાર તેા ફળને મોટું દૂષણ આપનારા અને સર્વની હલકાઇ કરાવનારા હતા તેને-એવા મહા નીચ પાપીને-મારી નાખવાનું કામ તે શૂર ક્ષત્રિયે બહુજ સારૂં કર્યું છે.
*
વિચક્ષણની વિચક્ષણતા. વિમળાલાકએંજન પ્રાગ. વિવેકપર્વતને સાક્ષાત્કાર.
જડના સંબંધમાં જે વૃત્તાંત અન્યો તે સર્વ વિચક્ષણ કુમારના જાણવામાં આવી ગયા એટલે એનું મન તેા ઉલટું વધારે નિર્મળ થયું. તેથી તે વિચાર કરવા લાગ્યા કે-અહા! જુઓ તેા ખરા! પેલી રસનામાં આસક્ત થઇ ગયેલા જડને આ ભવમાં આવું ફળ મળ્યું અને પરલાકમાં તેની અત્યંત ખરાબ ગતિ થશે. આવી વિચારણાને પરિણામે એ તેા રસના તરફ વધારે વધારે વિરક્ત થતા ગયા. આ સર્વ મનાવ તા વિમર્શ પ્રકર્ષ મૂળશુદ્ધિ કરીને આવ્યા તે પહેલાં અની ગયા હતા. ત્યાર પછી તે (રસના) સંબંધી શી હકીકત પેાતાનેા સાળે લઇ આવે છે એ જાણવા માટે પોતે (વિચક્ષણ કુમાર) રાહ જોયા કરતા હતા. ઉપર જણાવ્યું તે પ્રમાણે જ્યારે વિમર્શે પેાતાની સર્વ હકીકત નિવેદન કરી અને રસનાને ખરાખર આળખાવી એટલે તે તુરત જ એને તજી દેવાના નિર્ણય વિચક્ષણે પેાતાના મનમાં કરી નાખ્યા અને તે જણાવવા સારૂ તેણે પાતાના પિતાને કહ્યું “પિતાજી! રસના કેવાં ભયંકર ફળ આપનારી છે તે આપણે જડના સંબંધમાં જોઇ ગયા છીએ અને હવે આપણને ખબર પડે છે કે એ તે રાગકેસરી મહારાજના મંત્રી દોષના સમૂહ વિષયાભિલાષની દીકરી થાય છે, તેા હવે આપ રજા આપે। અને હુકમ કરો તો એ અધમ ફળમાંથી ઉત્પન્ન થયેલી દુષ્ટ સ્ત્રીનેા હું તેા સર્વથા ત્યાગ કરી દઉ'!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org