________________
પ્રકરણ ૩૬ ] ચારિત્રરાજના અન્ય પરિવાર
૧૦૯૩ કાળના, ભવિષ્ય કાળના અને વર્તમાન કાળના સર્વ પદાથો, ભાવ અને મનના વિચારો તથા તરંગ-સર્વને બરાબર જાણી શકે અને જોઈ શકે છે. દુનિયામાં એવો કોઇ પણ જાણવા લાયક પદાર્થ, ભાવ, અધ્યવસાય કે બનાવ નથી કે જે એ નરોત્તમને જાણવામાં ન આવે. જૈન નગરીથી જે પુરૂષ નિતિનગરીએ જાય છે તેને એ મહા ઉત્તમ મનુષ્ય દોરે છે, તેઓનો નાયક (આગળ ચાલનાર ) થાય છે અને તેને માર્ગ તેમને બરાબર સ્પષ્ટ બતાવી આપે છે. આવી રીતે પાંચ મિત્રોના પરિવારથી સદ્દબોધમંત્રી બહુ આનંદથી રહે છે અને એ મંત્રીશ્વર જાણે આ મનુષ્ય લેકમાં સાક્ષાત્ સૂર્યસમાન છે.”
આટલું વિવેચન કરી મામા વિરમ્યા એટલે ભાણેજે શંકાઓ. પૂછવા માંડી. સંતોષદર્શન
પ્રકર્ષ–“મામા! આપે સધ મંત્રી અને ચારિત્રરાજના પરિવારને બતાવ્યો તે તે ઠીક કર્યું, પણ સંતોષ મહારાજના દર્શન કરવાની મને ઘણું જ જિજ્ઞાસા છે તેનું દર્શન હજુ સુધી તમે મને કરાવ્યું
વિમર્શ–“ભાઈ! જો, આ સંયમ ( નામના છઠ્ઠા યતિધર્મની આગળ બેઠેલે છે તે સંતોષ છે. એમાં જરા પણ શંકા જેવું નથી.”
પ્રકર્ષ–“જે સંતોષ' સાથે મોટી દુશ્મનાઈ કરીને મહામહ વિગેરે મોટા મોટા રાજાઓ મનમાં મોટો વિક્ષેપ પામીને સામા આવીને ખડા થઈ ગયા છે તે સંતોષ શું અસલ મોટે રાજા નથી?”
વિમર્શ–“ભાઈ પ્રકÈ! એ સંતોષ મૂળ મોટે રાજા નથી, પણું મહારાજા ચારિત્રરાજની સેનામાં એક સાધારણ સેનાની છે. જે ! હકીકત એમ છે કે એ સંતેષ ઘણે જ શૂરવીર છે, નીતિ ન્યાયમાં સર્વદા તત્પર છે, ઘણોજ કાબેલ છે અને કયે વખતે સલાહ કરવી અને કયારે લડાઇ કરવી એના સર્વ નિયમો બરાબર જાણનારે છે તેથી મૂળરાજાએ (ચારિત્રરાજે) તેને ખાસ અંગરક્ષક (એડીકેપ) તરીકે
૧ જે સંતોષને જોવાની આટલી પ્રબળ ઇચ્છા પ્રકષને થઇ હતી તેને ચારિત્રરાજના યુવરાજ યતિધર્મના તાબાના માણસની સમક્ષ બેઠેલ જોઇ પ્રકર્ષને આશ્ચર્ય થાય એમાં નવાઈ નથી. એ તો સંતોષને મોટા મહારાજાથી જબર રાજા ધારીને વારંવાર તેને માટે સવાલ પૂછતો હતો અને તેને જોવા તલપાપડ થઈ રહ્યો હતો.
૨ આને માટે મૂળ શબ્દ “તેત્રપાલ” છે. તંત્રનો અર્થ રાજાના રક્ષણ માટેનો ખાસ સરંજામ થાય છે. પ્રો. જેકોબી તંત્રપાલને અર્થ પ્રધાન કરે છે તે ઠીક વથી, કારણ કે સદુધમંત્રી તે કાર્ય કરે છે.
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org