________________
૧૦ર
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ સમજવું એ સદાગમ વગર ચારિત્રરાજનું લશ્કર પણ હોય નહિ અને આ જૈન નગર જે આખા જગતમાં સારી રીતે પ્રકાશી રહેલા છે તે પણ સદાગમ વગર સંભવે જ નહિ. સર્વ કાર્યોને ઉપદેશ કરનાર એ સદાગમ છે, બહુ સારે માણસ છે, સાચે માર્ગ દેરીને લઈ જનાર છે. આવી રીતે આ બીજા પ્રધાન પુરૂષ સદાગમની તારી પાસે હકીકત કહી સંભળાવી.
ત્યાર પછી જે ત્રીજો પ્રધાન પુરૂષ દેખાય છે તે સંબોધ મંત્રીનો મિત્ર અવધિ નામને છે. તે વળી પોતાનાં અનેક પ્રકારનાં રૂપ વિસ્તારે છે અને આનંદ કરાવે છે. કેઈ વખત તે બહુ લાંબુ ૩૫, કઈ વખત બહુ ટુંકું રૂપ, કેઈ વખત થોડું રૂ૫, કેઈ વાર વળી ઘણું જ રૂપ આ જગતમાં તે પોતાની લીલાથી જોઈ શકે છે. (અવધિ જ્ઞાનથી સ્થૂળ વસ્તુ દૂર હોય તે પણ જોઈ શકાય છે).
ત્યાર પછી ચોથો પ્રધાન પુરૂષ એ સધ મંત્રીશ્વરની પાસે દેખાય છે તેનું નામ મન:પર્યાય કહેવામાં આવે છે. એનામાં વળી એવી શક્તિ છે કે એ પિતાની શક્તિથી પ્રાણીઓનાં મનના ભાવ જાણી શકે છે. સાધારણ રીતે કઈ બોલે તે સમજાય પણ આ વિશિષ્ટ નરરત્રમાં તો એવી શક્તિ છે કે એ મનમાં ચાલતા વિચારે પણ જાણી શકે છે. એ મનોગત વસ્તુભાવ સમજનાર મનના વિચાર જાણવામાં એટલે કુશળ છે કે મનુષ્યલોકમાં મને ગત એવો એક પણ ભાવ નથી કે જે એ દેખી શકતા ન હોય. આ મહા બુદ્ધિ શાળી કુશળ નર એ છે. (મન:પર્યાય અથવા મન:પર્યવ જ્ઞાનથી મનના ભાવ જણાય છે.)
“સર્વથી છેલ્લો જે મહા પુરૂષ અત્યંત સુંદર સ્વરૂપવાળે બેઠેલ દેખાય છે તે સધ મંત્રીનો ખાસ મિત્ર કેવળ નામનો છે. એ તે અતીત
૧ અંતરંગ રાજાઓ અને બહાર જૈન લેકે છે તેનું પરમ કારણ-મુખ્ય કારણ આ સદાગમ છે, જૈનત્વનું કારણ એ જ સદાગમ છે અને ચારિત્રરાજનું કારણ પણ એ જ સદાગમ છે.
૨ અવધિ જ્ઞાનમાં અમુક દ્રવ્ય કે ક્ષેત્રની મર્યાદાથી વસ્તુનું જ્ઞાન થાય છે. આંખ ન પહોંચે તેટલે દૂરની હકીકત તે દ્વારા જોઈ શકાય છે. દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ તેના અસંખ્ય ભેદ છે અને તેને અત્ર તેના અનેક રૂપ તરીકે બતાવ્યાં છે, સાધારણ રીતે એના છ ભેદ છે, ક્ષેત્રમર્યાદાએ જ્યાં જાય ત્યાં સાથે આવે તે “અનુગામી, સાથે ન જાય તે અનનુગામી, વધતું જાય તે વર્ધમાન, ઘટતું જાય તે હીયમાન,’ આવ્યા પછી જાય નહિ તે અપ્રતિપાતિ અને જાય તે પ્રતિપાતિ આ સાધારણુ ભેદો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org