________________
પ્રકરણ ૩૬ ] ચારિત્રરાજનો અન્ય પરિવાર.
૧૦૯૧ છે, જેના સર્વ અવયવો તદ્દન મળ વગરનાં ચોખાં દેખાય છે અને જેની આંખો ઘણું સુંદર દેખાય છે તે સધ મંત્રીની સ્ત્રી છે અને તેનું નામ અવગતિ છે. એ મંત્રીભાર્યા પોતાના પતિ સાથે એકરૂપ છે, જરા પણ જદી નથી, પાપ વગરની અત્યંત પવિત્ર છે અને પતિના સ્વરૂપે રહેનારી, તેના જીવતર જેવી અને તેના હૃદયની પ્રાણેશ્વરી છે. સદુધ મંત્રીના પાંચ મિત્રો.
“સબધ મંત્રીની સાથે જે પાંચ પુરૂષ બેઠેલા દેખાય છે તે બહુ ઉત્તમ માણસે છે અને તેઓ સબંધ મંત્રીના અંગીભૂત (એકાકાર) ઈષ્ટ મિત્રો છે.
એમને પ્રથમ મિત્ર છે તેનું નામ આભિનિબોધ છે, એ નગરવાસી જનોમાં ઇંદ્રિય અને મનદ્વારા જ્ઞાન સારી રીતે ઉત્પન્ન
“એ પાંચમાં જે બીજે મહાત્મા પુરૂષ દેખાય છે એ જાતે ‘સદાગમ છે (આ વાર્તા પણ સદાગમ સમક્ષ જ ચાલે છે એ લક્ષ્યમાં હશે). એ સદાગમના હુકમથી આ આખા નગરની પરિસ્થિતિ થયેલી છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી. આ રાજ્યમાં જે રાજાઓ છે તે સર્વના કામના સંબંધમાં એ બરાબર સલાહ આપે છે, કારણ કે એનામાં બાલવા ચાલવાની બાબતમાં સારી ચતુરાઈ છે, બાકીના એના ચારે મિત્રો છે તે તો તદ્દન મુંગા છે. બોલવા ચાલવાની બાબતમાં આ સદાગમની ઘણ કુશળતા જોઈને મહારાજ ચારિત્રધર્મ બહુ રાજી થયા અને તેને લઈને સધને મંત્રીપણું પર સ્થાપિત કર્યો. આ સદારામ સદ્દબોધનો એક અંગભૂત હોવાથી સબંધની પસંદગી કરવામાં આવી હતી. એ સદાગમ રચવ રાજાઓ અને જૈન લેકેને બાહ્ય સર્વ બાબતમાં ઉત્કૃષ્ટ કારણભૂત છે એમ
૧ મળઃ (૧) મેલ; (૨) આવરણ-અજ્ઞાન. ૨ અવગતિઃ જાણવું તે. સમજવું તે. બોધ પછી વસ્તુ જણાય છે તે.
૩ મતિજ્ઞાનઃ બુદ્ધિવૈભવનું નામ આભિનિબંધ જ્ઞાન કહેવાય છે. એ પાંચ ઇદ્રિય અને મનદ્વારા થાય છે. એના આવરણના ક્ષપશમાનુસાર બુદ્ધિ વધારે ઓછી પ્રાણીમાં હોય છે.
૪ સદાગમ એટલે શ્રુત જ્ઞાન. ચારે જ્ઞાન મુંગા છે, સ્વયંપણું છે, અન્યને જ્ઞાન જણાવવાનું કાર્ય શ્રત જ્ઞાન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org