________________
૧૦૮૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ ' બોધિ મંત્રી.
સમ્યગ્દર્શન સેનાપતિનાં ત્રણ રૂપ કરનાર એ સાધમંત્રીનું નામ તને કહ્યું તેની સાથે પણ ભાઈ પ્રક! તારૂં ઓળખાણ કરાવી દઉં. આ સબોધ મંત્રી તો ભારે જબરો પ્રધાન છે અને પુરૂષાર્થ સાધવાની બાબતમાં તો એ એ એકો છે કે ત્રણ ભુવનમાં એવી એક પણ પુરૂષાર્થ સાધી આપનારી વસ્તુ નથી કે જેને આ મંત્રી બરાબર સ્વરૂપે જાણતો પીછાનતું ન હોય. એ મંત્રી અત્યારે જે બનાવો બનતા હોય તે સર્વ જાણે છે, ભૂતકાળમાં બની ગયા હેય તે જાણે છે, ભવિષ્યમાં બનવાના હોય તે પણ જાણે છે, એટલું જ નહિ પણ સામાન્ય ઉઘાડા ભાવોને તે જાણે છે તેવી જ રીતે તદ્દન સૂક્ષ્મ ભાવોને પણ સારી રીતે જાણે છે. અરે તને કેટલી વાત કહું! એ તે આ આખી સ્થાવર અને જંગમ દુનિયાને, પ્રાણી અને પદાર્થને અથવા જીવ અજીવ સર્વને અને તે પ્રત્યેક દ્રવ્યને તેના ગુણેને અને તેના પર્યાને પણ સારી રીતે જાણે છે. એ નીતિના સર્વે માર્ગમાં ઘણો કુશળ છે, મહારાજાની તેના ઉપર ઘણી પ્રીતિ છે, રાજ્યના સર્વ કાર્ય ઉપર તે બહુ લાંબે વિચાર કરે છે અને લશ્કર ઉપર પણ આદર રાખે છે-મતલબ દિવાની અને લશ્કરી સર્વ બાબત તેના લક્ષ્યમાં રહે છે. વળી સેનાપતિ સમ્યગ્દર્શનને પણ એ બહુ વહાલે છે અને જ્યારે તે તેની પાસે હોય ત્યારે સમ્યગ્દર્શનમાં પણ સ્થિરતા આવે છે. આ સારે, રાજ્યનિષ્ટ, કર્તવ્યપરાયણ, લોકમાન્ય અને સવૅગ્રાહી મંત્રી બીજી કઈ જગ્યાએ જોવામાં આવ્યો નથી.
“એ સબંધ મંત્રી અહીં દેખાય છે તે પેલા સાત રાજાઓમાંના જ્ઞાનસંવરણ રાજાને ખાસ દુશમન છે અને તે જ્ઞાનસંવરણના ક્ષય અને ક્ષયોપશમ રૂપ બે પ્રકારે દેખાવ આપે છે. અવગતિ મંત્રી ભાર્યા,
એ મંત્રીની બાજુમાં સુંદર મુખવાળી જે સ્ત્રી બેઠેલી દેખાય ૧ સબંધઃ સાચે બેધ, શુદ્ધ જ્ઞાન, વસ્તુસ્વરૂપનું યથાસ્વરૂપે ઓળખાણ.
૨ ગુણપર્યાયઃ સહભાવી ધમને ગુણ કહેવામાં આવે છે, કમભા ધમને પર્યાય કહેવામાં આવે છે. ગુણ સર્વદા સાથે રહે છે, પર્યાય ફર્યા કરે આમાના જ્ઞાન દર્શન ગુણ છે, મનુષ્ય દેવદત્તાદિ પર્યાય છે.
3 નાનસંવરણના વર્ણન માટે જુઓ પૃ. ૮. માત્ર મોહનજ ઉપશમ થાય છે, બાકી તેના અને બીજા સર્વ કર્મોના ક્ષય અથવા ક્ષપશમ થાય છે, મેહ સિવાય બીજા કોઈ કર્મને ઉપશમ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org