________________
પ્રકરણ ૩૬] ચારિત્રરાજના અન્ય પરિવાર,
૧૦૮૯ પની છે. સન્માર્ગમાં પિતાની શક્તિને શોભાવનારી એ સુદષ્ટિની ખાસ વિધિપૂર્વક સેવા કરવામાં આવવાથી તે જૈન લોકોના મનને બરાબર સ્થિર કરે છે.
આ પ્રમાણે હકીકત છે. હવે તને કેટલીક આગળ પાછળની
હકીકત કહી તેનો મેળ મેળવી આપું. તને યાદ હશે સેનાપતિવ્યવસ્થા. કે અગાઉ બે મહામહના વડાપ્રધાન અને સેના
પતિ મિથ્યાદર્શનનું વર્ણન કરી તેને ઓળખાવ્યો હતું, તને તેના સંબંધમાં જવ્યું હતું કે તે ઘણું વિચિત્ર ચરિત્રવાળે છે, વળી તેની સાથે કુદષ્ટિ નામની તેની સ્ત્રીને પણ તને બતાવી હતી. હવે આ ચારિત્રરાજનો સમ્યગદર્શન સેનાપતિ છે અને એ મેહરાજનો મિથ્યાદર્શન સેનાપતિ છે એ બન્નેને તે જોયા. આ સમશ્રદર્શન સેનાપતિની સર્વ ચેષ્ટા પેલા મિથ્યાદર્શન સેનાપતિથી તદ્દન ઉલટા જ પ્રકારની જોવામાં આવશે, એની સર્વ ચેષ્ટાઓ જગતને આનંદ ઉપજાવનારી છે અને જેમ જેમ તેના પર વધારે વિચાર કરવામાં આવે તેમ તેમ તે વધારે સુંદર લાગે તેવી છે. પેલો મિથ્યાદર્શન સેનાપતિ મહરાજના લશ્કરને આખો વખત તૈયાર કરે છે, ગોઠવે છે, એકઠું કરે છે અને દોરે છે, જ્યારે ચારિત્રધર્મરાજના લશ્કરને સર્વ યોગ્ય તાલીમ આપી આ સમ્યગ્દર્શન સેનાપતિ દેર છે. ટુંકામાં કહીએ તે આ સમ્યગ્દર્શન જે અહીં દેખાય છે તે મિથ્યાદર્શન નામના સેનાપતિનો ખરેખર મોટો દુશમન છે અને તેથી તેના વિરોધી તરીકે જ તેની અહીં વ્યવસ્થા થયેલી છે.
આ સમ્યગ્દર્શન સેનાપતિનાં ત્રણ રૂપ દેખાય છે, એ જુદાં
જુદાં કારણને પ્રાપ્ત કરીને નવાં રૂપ લે છે. કોઈ વખત સેનાપતિનાં તે ક્ષાયિક રૂપમાં આવે છે એટલે મિથ્યાદર્શનના ત્રણ રૂપ. સર્વ સેનાનીઓને મારી હઠાવી સર્વ સામગ્રિ હાથ
કરી લે છે; કોઈ વાર તે ઔપશમિક રૂપે આવે છે એ ટલે મિથ્યાદર્શનના સેનાનીઓને થોડા વખત માટે મારી હઠાવી સામ્રાજ્ય સ્થાપે છે અને કોઈ વાર તે ક્ષાયોપથમિકરૂપે આવે છે એટલે મિઆદર્શનના સેનાનીઓમાંથી કેટલાકને ક્ષય કરે છે અને કેટલાકને દબાવી દે છે. આવાં ત્રણ રૂપ તેનાં થાય છે તે તેના સ્વભાવને લઈને જ છે અથવા તેની સાથે સબંધ નામને મંત્રી છે તે એનાં એવાં રૂપ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org