________________
૨૫]
યતિધર્મ-ગૃહિધર્મ.
૧૦૬૯ તેમાં માથું મારતું બંધ થાય છે અને જીવન નિયમસરનું થાય છે અને સુખશાંતિ વૃદ્ધિ પામે છે (વૃત્તિસંક્ષેપ); રસવાળા પદાર્થો ખાવાથી મોહને વિશેષ જોર મળે છે અને સંસાર તરફ ગમન થાય છે તેથી ચોથા રક્ષકના પ્રભાવથી પ્રાણીઓ રસત્યાગ કરે છે (રસ-વિગયું'ત્યાગ); શરીરને ધમૅસાધન પૂરતું સંભાળવું ઠીક છે, બાકી એને વધારે પોષવાની જરૂર નથી, એને કલેશસહનને અભ્યાસ પડવાથી નિર્જરાનું સાધનભૂત થાય છે અને પ્રસંગોપાત્ત આવી પડતાં સંકટોને સમ ભાવે સહન કરી લે છે જેથી નવીન કર્મબંધ ન કરતાં ધર્મસાધનમાં સહાય કરે છે તેથી એવા સુખરૂપ લેશે ( ચ વિગેરે) શરીરને સાધુઓ આપે છે (કાયકલેશ); અંગોપાંગને સંવરવાની, ગોપન કરવાની અને આચાર પવિત્ર રાખવાની ઘણી જ જરૂર છે તે હકીકત છો રક્ષક શીખવે છે (સલીનતા), આ છ પ્રકારના રક્ષકે સર્વે બાહ્ય બાબત ઉપર વિજય પ્રાપ્ત કરાવે છે અને આ ભવમાં અનેક પ્રકારના ઘસારા ખાતાં શીખવી તે દ્વારા ત્યાગભાવ આદરવાનો સીધે સરળ પણ
અત્યંત લાભકારી માર્ગ બતાવે છે. “એ તપયોગની સાથે બીજા છ મનુષ્યો દેખાય છે તે અંતરંગ
સામ્રાજ્યને વિસ્તારે છે અને તે પણ ઘણું જ લાભ કરનાર થાય છે. કઈ પણ પાપ, મલિન ચરિત્ર કે દોષ થયા હોય, થઈ ગયા હોય, તેને માટે અંતઃકરણના પશ્ચાત્તાપપૂર્વક પ્રાયશ્ચિત્ત લેવું, લઈને તે પ્રમાણે કરવું અને ભવિષ્યમાં પાપ ન થાય તેની સાવધતા રાખવી તેને “પ્રાયશ્ચિત્ત નામનો અંતરંગ રક્ષક કહે વામાં આવે છે. એ પ્રાયશ્ચિત્ત દશ પ્રકારના છે. ત્યાર
પછી બીજો અંગરક્ષક દેખાય છે તે પ્રાણુને સૂચવે છે ૧ વિગયઃ દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને મીઠાઈ એ છ વિગય કહેવાય છે.
૨ સંલીનતા એના ચાર વિભાગ છે. ઇંદ્રિયસલીનતા, કષાયસલીનતા, યોગસલીનતા અને વિવક્તચર્યા સંલીનતા (એકાંત વસતિમાં રહેવું.) ૩ પ્રાયશ્ચિત્તઃ દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત નીચે પ્રમાણે છે – ૧ ગુરૂપાસે અપરાધનું કથન કરવું તે “આલોચન પ્રાયશ્ચિત્ત.” ૨ કથન કરેલી બાબતે માટે ક્ષમા માગવી તે “પ્રતિકમણું પ્રાયશ્ચિત્ત.'
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org