________________
૧૦૬૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
૪ મુક્તતા. “ એ દશ મનુષ્યેામાં ત્યાર પછી ચાથી એક સુંદર સ્વરૂપવાળી લલના દેખાય છે તે મુક્તતાના નામથી જાણીતી થયેલી છે. એ મુનિનાં મનને બહારથી અને અંતરંગથી સર્વે સંગ સંબંધી તૃષ્ણા રહિત કરે છે, એના સંબંધમાં આવ્યા પછી ધન ઘરબાર કે વસ્તુવિશેષ પેાતાના કબજામાં રાખવાની ઇચ્છા થતી નથી, માટી રકમના માલેક થવાની હોંસ થઇ આવતી નથી અને જમેની રકમ જોઈને હષૅ સન્નિપાત થતા નથી, એટલુંજ નહિ પણ અંતરંગ કષાયા, મલીન ભાવા અને વિકારાના પણ ત્યાગ થઇ જાય છે. લાભના ત્યાગને મુક્તતા' કહેવામાં આવે છે. એથી મન્ને પ્રકારના ( અંતરંગ અને બાહ્ય) પરિગ્રહ તજી દેવાની શુભ વૃત્તિ થાય છે. ૫ તયાગ, “ યતિધર્મ યુવરાજની આજીમાજી વીંટળાઇને જે દશ મનુષ્યે બેઠેલા જણાય છે તેમાં પાંચમા મનુષ્ય તપયાગ નામના છે. એ અત્યંત પવિત્ર અને વિશુદ્ધ છે. વળી એ પાંચમા મનુષ્યની આજીમાજી તેના ખાસ અંગત આર માણસા બેઠેલા દેખાય છે; એ ખાર અંગત રક્ષકાના પ્રભાવથી જૈનપુરમાં તપયોગ શું શું ચમત્કારો કરાવી શકે છે તે પણ હું તને ટુંકામાં કહી દઉં છું તે લક્ષ્યમાં રાખી લેજે. તે પ્રાણીઓને કહે છે કે સર્વ પ્રકારના આહારના ત્યાગ કરી તદ્દન ઇચ્છાસ્પૃહાવગરના બની જાઓ (અનશન); પ્રાણીઓને કહે છે કે સુધા કરતાં ઓછું ભાજન ખાવાથી તંદુરસ્તી સારી રહે છે, ઇંદ્રિયેાપર કાબુ વધે છે અને વીર્યની વૃદ્ધિ થાય છે; વળી ત્રીજા રક્ષકના પ્રભાવથી પ્રાણીઓ નાના પ્રકારના અભિગ્રહો કરે છે, અમુક સંયોગમાં અમુક રીતે ભિક્ષા મળે તેા જ લેવી, આટલી જ વસ્તુઓ ખાવી, આટલી જ ચીજો વાપરથી, અમુક વખતેજ ખાવું, અમુક વસ્તુના ત્યાગ કરવા, માજશાખ ન કરવા વિગેરે વિગેરે જીવનના નિયમા માંધવા અને તેને દૃઢ વળગી રહેવું એ સર્વે એ ત્રીજા મનુષ્યના સહચારીપણાથી થાય છે, એથી પેાતાની વૃત્તિ ઉપર ઘણાજ કાબુ આવે છે, મન જેમાં ૧ અમુક વખત સુધી આહારને ત્યાગ કરવા તેને ઇત્થર અનશન કહે છે અને યાવજ્રવિત ત્યાગને યાવચિત અનસન કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org