________________
પ્રકરણ ૩૫]
યતિધર્મ-ગૃહિધર્મ.
૧૦૬૭
દશ મનુષ્યો બેઠેલા છે તે દશે બહુ સારી રીતે સમજવા જેવા છે. તે દરેક શું શું કાર્ય બજાવે છે તે હું તને ટુંકામાં કહી જા' તે તું સમજી લે.
૧ ક્ષમા.
“ એ દશ મનુષ્યેામાં પ્રથમ સ્ત્રી દેખાય છે તે ક્ષમા નામની છે. એ સર્વ પ્રાણીઓને કહે છે કે-તમે ક્રોધના ત્યાગ કરે, અન્ય ઉપર રોષ કરવા છેડી દે અને તમારા ઉપર કોઇ ગુસ્સેા કરે તે પણ તેના ઉપર શાંતિ રાખા, તમારા મનની સમાનાવસ્થા જાળવી રાખા અને મોટા સમુદ્ર જેવા ગંભીર બને. આ ક્ષમા નામની સ્ત્રી ઉપર સ્ત્રીસંગત્યાગ છતાં મુનિએ બહુ પ્રેમ રાખે છે. ૨ માદેવ, એ દશ મનુષ્યમાં ત્યાર પછી નાના બાળકના જેવું સુંદર રૂપવાન પ્રાણી દેખાય છે તે માર્દવના નામથી ઓળખાય છે અને તે પાતાની શક્તિથી સાધુઓમાં નમ્રતા ઉત્પન્ન કરે છે. એ ગુણુ જ્યારે મનુષ્યમાં આવે છે ત્યારે ધનના લાભ થતાં, વિદ્યાની પ્રાપ્તિ થતાં, દુનિયામાં ઐશ્વર્ય મળતાં, શરીરમાં બળ પ્રાપ્ત થતાં, તપસ્યામાં વધારા થતાં, ઉત્તમ જાતિમાં અથવા કુળમાં જન્મ થતાં અને એવા એવા પ્રકારની વિશેષતા મળી જતાં છતાં અભિમાન થતું નથી, પણ પુણ્યાદયની સહચારિતા સમજાય છે અને પ્રાણી તેથી વધારે વધારે નમ્ર અને છે. મદના ત્યાગને માદેવ’ કહેવામાં આવે છે.
*
૩ આર્જવ, ત્યાર પછી એ દશ મનુષ્યેામાં જે ત્રીજો બાળકના જેવા ઘણા સુંદર રૂપવાળા મનુષ્ય દેખાય છે તે આજેયના નામથી ઓળખાય છે. એ સુંદર બુદ્ધિવાળા મનુષ્યમાં સરળતા ઉત્પન્ન કરે છે, સારા ભાવ લાવે છે અને પ્રાણીમાં જે આડાઇ હાય છે, વાંકાપણું હાય છે, ઘાલમેલ કરવાની ટેવ હાય છે તેને દૂર કરે છે. સાધારણ રીતે ઉપર ઉપરથી સારા દેખાવાની અને અંદરથી ગોટા વાળવાની પ્રાણીને અનાદિની ટેવ હાય છે, પણ આ બાળક તેનાં મન વચન કાયામાં સાદશ્ય લાવી આપે છે. માયાકપટના ત્યાગને આર્જવ' કહેવામાં
આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org