SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૦ છ નગરની ભેટ. ૧૦૨૫ બાકી પેલા અપ્રભતત્ત્વ શિખર ઉપર જે જૈનપુર તને બતાવવામાં આવ્યું છે તેના કદી વિનાશ થયા નથી તેમ તે કદિ ઉત્પન્ન થયું નથી. આદિ અંત વિનાનું હોવાથી એ નગર પરમાર્થથી સર્વે કાળ શાશ્વતુ છે એમ તારે સમજવું, બીજાં અનેક નગરો વસે છે અને નાશ પામે છે, વળી અનેક નવીન નગરો ઉદ્ભવે છે પણ તે સર્વ જમીનપર જ રહે છે, થોડા કાળ ધમાલ કરી પાછા ભૂલાઇ જાય છે અને નામશેષ રહી જાય છે. અત્યારે જે દર્શના જમીનપરના ગણવામાં આવે છે તેમાંનાં કેટલાકનાં તે નામમાત્ર જ ગણાય છે, તેના અનુયાયી કોઇ નથી; પણ શિખરપર રહેલ મનેાહર જૈનપુર તે સર્વકાળ પરમાર્થે જીવતું રહે છે અને સાચા નિવૃતિના માર્ગ બતાવ્યા કરે છે” પ્રકર્ષ આ લોકોએ પેાતાતાની બુદ્ધિ પ્રમાણે નિવૃતિનગરીએ જવાના જે જે માર્ગો કપી રાખ્યા છે તે ખરાખર હું જાવાની ઇચ્છા રાખું છું, મને એ વાત સાંભળવાનું ઘણું કુતૂહળ થાય છે. મામા ! એવા નિવૃતિના માર્ગો તે કેવી રીતે કલ્પી અથવા વિચારી શક્યા છે તે જાણવામાં ઘણા આનંદ આવશે એમ મને લાગે છે, માટે મારા ઉપર કૃપા કરીને એ હકીકત મને ખરાખર કહી સંભળાવે.’’ વિમર્શ—“ જો એમ છે તે! તારા મનને ખરાખર સ્થિર કરીને સાંભળ, દરેક દર્શનકારે નિવૃતિના માર્ગો કેવા બતાવ્યા છે તે હું તને સ્પષ્ટ કરીને કહી સંભળાવુંછું.”` તેને સ્વીકારે છે અને કેટલાકના માર્ગો તદ્દન તેથી ઉલટી દિશાના હાય છે. આ કાળમાં ખાં અનેક દર્શના અને સંપ્રદાયે જોવામાં આવે છે: ખીર, ચૈતન્ય, શીખ, વિગેરે. આ સર્વ જમીનપર રહેનારા સંપ્રદાયા મતા અને વિભાગેા છે એમ સમજવું. ૧ હાલ વૈશેષિક તૈયાયિક કાઈ નથી, કોઇ કોઇ તેના અભ્યાસ કરે છે, વૈગને અંગે પણ લગભગ તેવી જ સ્થિતિ છે. ૨. દર્શનકારામાં મુખ્ય તફાવત તત્વ અને દેવ સંબંધી હોય છે. મેાક્ષના નિર્ણય અને તે પ્રાપ્તિના ઉપાય–એ સંબંધી ખાખતાને સમાવેશ પણ તત્ત્વચર્ચામાં થઇ ાય છે. અહીં છ મુખ્ય દર્શન ઉપર આ બાબત સંક્ષેપમાં બતાવવામાં આવી છે. એ સંબંધી કેટલીક હકીકત આનંદધનપદ્યાવલી પ્રથમ વિભાગ પૃ. ૩૮૫ થી ૪૧૨ સુધીમાં લખી છે તે પણ જીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy