________________
૧. નૈયાયિક, ૨. વૈશેષિક,
૩. સાંખ્ય,
૪ માર્ચે
૫. મીમાંસક, ૬. જૈન.
૧
પ્રકરણ ૩૧ મું.
ષપુરના નિવૃત્તિમાર્ગો.
કર્ષની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે મામાએ છ નગ રના નિવૃતિમાર્ગોનું મુદ્દાસર રીતે અને ઘણા સંક્ષેપમાં વિવેચન કર્યું તે ખાસ વિચારવા ચાગ્ય છે, અનેક ગ્રંથના સાર ભૂત છે અને વિશેષ ચર્ચા કરવા યોગ્ય છે. મામા હવે તત્ત્વજ્ઞાનને માર્ગે ઉતર્યાં, ભાણેજને દાર્શનિક વિષયમાં નિષ્ણાત કરવાના અતિ આનંદદાયક પ્રસં ગમાં પડી ગયા અને ભાણેજને વિષયની મહત્તાના ખ્યાલ આપવાં સારૂ સાવધાન કરી આગળ વધ્યા. ભાણેજ પણ આ અતિ આકર્ષક વિષય સમજવા સારૂ એકાગ્ર ચિત્તે મામાને સાંભળવા લાગ્યાઃ—
Jain Education International
(૧) નેયાયિક.
૯ ભાઇ પ્રકર્ષ ! નૈયાયિકાએ નિવૃતિમાર્ગની આ પ્રમાણે કલ્પના કરી છે. તત્વ સાળ છેઃ ૧ પ્રમાણ, ૨ પ્રમેય, ૩ સંશય, ૪ પ્રયાજન,
૧ આ પ્રકરણ વિસ્તારથી લખ્યું. પછી તે જરા આકરૂં લાગ્યું તેથી તે આખે વિભાગ પરિશિષ્ટ ના ૩ માં દાખલ કર્યો છે. જેમને દર્શન સંબંધી વિષયના રસ હાય તેમણે તે વાંચવા. એ વિભાગ ઘણા વાંચન પછી લખ્યા છે. અહીં મૂળમાં જે હકીકત છે તેનું ભાષાંતરજ આપ્યું છે. વિસ્તાર માટે સદરહુ પરિશિષ્ટ જોવું. જેમને અધરૂં લાગે તેમણે આ પ્રકરણ અને સદરહુ પરિશિષ્ટ કોઇ જ્ઞાતાની લઇને વાંચવું.
મામા વિમર્શના મુખ
૨ આ આખું પ્રકરણ શરૂઆતથી છેડા સુધી ખેલાયલું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org