________________
૧૦૨૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ કહુંઃ આ જમીન પર જે લોકો વસે છે તેના ઉપર મિથ્યાદર્શન પર તાનો દોર ચલાવી શકે છે પરંતુ આ ડુંગરના શિખરપર રહેલા નગરપર તે પિતાનો દોર ચલાવી શકતો નથી. વાત એવી છે કે એ જમીનપર રહેનારા લોકો નિવૃતિનગરીને સાચો માર્ગ જાણી શકતા નથી તે પણ એ ભાઇશ્રી મિથ્યાદર્શનનો જ પ્રતાપ છે અને વળી તેએની સમજશક્તિ એવી બહેર મારી જાય છે કે તદૃષ્ટિએ નિવૃતિનગરીએ લઈ જવાને બદલે તેથી ઉલટી દિશાએ લઈ જાય તે જે માર્ગ હોય તેને તેઓ સાચો ક્ષમાર્ગ માની બેસે છે. આવી રીતે તેઓ મેક્ષનો સાચો માર્ગ જાણતા નથી અને વળી ખોટા માર્ગને સાચા તરીકે માને છે. આ બન્ને ભૂલભરેલી બાબતે વિવેકપર્વત પર રહેલા લોકેના સંબંધમાં બનતી નથી; તેઓ મેક્ષનો સાચો માર્ગ જાણે છે અને ખોટા માર્ગને સાચે માનવાની ભૂલા કદિ ખાતા નથી અને તેથી તેઓ મિથ્યાદર્શનની અસરથી દૂર રહે છે.
વળી ભાઈ પ્રક! આ નજીકમાં રહેલાં જે નગરે મેં તને બતાવ્યાં તેટલાં જ નગરે આ ભવચક્રમાં છે એમ તારે સમજવું નહિ, એના ઉપલક્ષણથી મિથ્યાદર્શનને વશ પડેલાં બીજાં પણ અનેક નગરે છે એમ તારે સમજી લેવું. એવાં એવાં તે ઘણું નગરો છે, કારણ કે જમીન પર જે જે નગરો આવી રહેલાં છે તેવાં દેશ કાળ અનુસાર બીજાં ઘણું નગરો થયેલાં છે અને થવાનાં છે. વખત ફરતો જાય છે તેમ અનેક એવાં નવાં પુરે થવાનાં છે અને થયાં પણ ઘણું છે.'
૧ આવાં જમીન પર રહેલાં અને મિથ્યાદર્શનના દેરને વશ પડેલાં અનેક ભારતવષય સંપ્રદાય પણ છે. સર્વદર્શનસંગ્રહકાર શ્રીમન માધવાચાર્ય એવા ઘણ સંપ્રદાયો વર્ણવે છે. પુરાણુ ધર્મોના તે ચાર મોટા વિભાગ પાડે છે: શૈવ, વૈષ્ણવ, શાક્ત અને પ્રચૂર્ણ. (૧) શૈવ સંપ્રદાયના ચાર મોટા વિભાગ છે: પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞ અને રસેશ્વર. (૨) વૈષ્ણવ સંપ્રદાયના પદ્મપુરાણને આધારે ચાર સંપ્રદાય તે વર્ણવે છે. શ્રી સંપ્રદાય, માધવી સંપ્રદાય, રૂદ્ર સંપ્રદાય અને સનકાદિ સંપ્રદાય. (૩) શાક્ત સંપ્રદાયમાં દક્ષિણાચાર અને વામાચાર એ બે વિભાગ છે. (૪) પ્રણે સંપ્રદાયમાં અનેકને સમાવેશ થાય છે: ગાણ પ્રય, સૌરપત્ય વિગેરે. આમાંના કેટલાક સંપ્રદાયનું વર્ણન એ સર્વદર્શનસંગ્રહ ગ્રંથમાં બતાવ્યું છે. એ ઉપરાંત મિથ્યાદર્શન મંત્રીની અસર તળે બીજા અનેક નવીન મ તોની ગણના થાય છે. કીશ્રીઅન ધર્મના અનેક વિભાગ અને પેટા વિભાગ, મુસલમાનોના શીઆ સુન્ની આદિ વિભાગે અને યહુરમઝદના ઝોરેસ્ટ્રીઅન વિગેરે તેમજ વર્તમાન કાળમાં બ્રહ્મસમાજ પ્રાર્થનાસમાજ, આર્યસમાજ વિગેરે અનેક મતે ઉત્પન્ન થયા છે. એ સર્વ દર્શન અને સંપ્રદાયો મિયાદર્શનની અસર નીચે છે. કેટલાક નિવૃતિને બીલકુલ સ્વીકારતાજ નથી, કેટલાક સ્પષ્ટ ખ્યાલ વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org