________________
પ્રકરણ ૨૮ ] રાક્ષસી દેર અને નિવૃત્તિ. ૧૦૧૭ માટે સુંદર તત્વનો બોધ (સમ્યક જ્ઞાન) કરવો જોઈએ, શુદ્ધ શ્રદ્ધા રાખવી જોઈએ (સમ્ય દર્શન), અને વિશુદ્ધ ક્રિયાઓનું આરાધન (સમ્યગ ચારિત્ર) કરવું જોઈએ. આવી રીતે તત્ત્વબોધ શ્રદ્ધાન અને સદનુષ્ઠાનથી જે પ્રાણીઓનું વીર્ય વૃદ્ધિ પામે છે તેઓ તે નગરીએ પહોંચ્યા ન હોય, તેના માર્ગમાં જ રસ્તે ચઢેલા હોય તે પણ તેએને પેલી રાક્ષસીઓ સંબંધી જે પીડા થતી હોય છે તે ઘણી ઓછી થઈ જાય છે અને ઘણું સુખ મળે છે. બાકી આ ચાર નગરથી સંકુચિત ભવચક નગર છે તે તે એ સાતે રાક્ષસીઓ અને બીજા મહા ભયંકર આકરા ઉપદ્રવોથી ભરપૂર છે, મહા ત્રાસનું કારણું છે અને તેમાં એટલા બધા તુચ્છ ઉપદ્રવ કરનારા પ્રસંગે અને હેતુઓ છે કે તેની સંખ્યા પણ કાણુ ગણી શકે? કારણ કે આ સ્થાન જ એવા પ્રકારનું છે.
પ્રક-મામા ! ત્યારે તમારા કહેવાની મતલબ તે મને એવી જણાય છે કે આ (ભવચક્ર) નગર તે અત્યંત દુઃખથી જ ભરેલું છે.”
વિમર્શ–વાસ! પ્રક! તે બરાબર કહ્યું! મારા કહેવાને ભા. વાર્થ તું બરાબર સમજી ગયો છે એમાં હવે શક જેવું નથી. આ આખા ભવચક્ર નગરને જે સારી છે તે તારા સમજવામાં બરાબર આવી ગયો.”
ભવચક્રવાસીઓને નિર્વેદ કેમ નહિ. ઠગારા ચારેએ કરેલા વિપસે.
મહામોહાદિનું જોર=નિર્વેદ અભાવ, પ્રક—“ ત્યારે મામા! આ નગરમાં રહેનારા પ્રાણીઓને સંસાર ઉપર કઈ વખત ખેદ કે કંટાળો આવતું હશે કે નહિ તે મને આપ નિવેદન કરો.
વિમ–“ભાઈ! આ ભવચક્રમાં રહેનારા પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ (ખેદ-કંટાળો આવતો નથી તેનું કારણ તું સાંભળઃ
૧ ગુણથાનકમારે અહીં વિચારવા યોગ્ય છે. ગુણમાં વધારો થતો જાય, મક્ષ સન્મુખ આવતું જાય, તેમ દુઃખો ઓછાં થતાં જાય એમ રહસ્ય છે.
૨ જૈન શાસ્ત્રને સાર આ જ છે- સંસારમાં માનેલ સુખ પદગલિક છે, પરભાવનું છે, આત્મસ્વભાવ સ્વીય છે, તેને પ્રગટ કરી દુખનો નાશ કરો એ કર્તવ્ય છે, પરમ વાર્થ છે અને તેમાં જ સુંદર અનુષ્ઠાનની પરિમાસિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org