________________
૧૦૧૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ! કારણોને અવલંબીને તે પ્રગટ થવાની હોય છે તે જ સંકલના પ્રમાણે અને તે જ કારણોને અવલંબીને તે પ્રગટ થાય છે, એમાં જરા પણ ફેરફાર કે આઘુંપાછું થતું નથી. આટલા માટે ભૂતકાળમાં જે કાંઈ વાત બની ગઈ હોય તે સંબંધી ચિંતા કરવી એ મહારાજાના વિલાસમાત્રજ છે વ્યવહારથી પણ પિતાનું હિત સાધવાને ઉઘુક્ત થયેલા અને પિતાને થતાં કે થનારાં અહિતને દૂર કરવાને ઉઘુક્ત થયેલા વિચારશીળ પુરૂષ ઔષધ મંત્ર તંત્ર રસાયન દંડનીતિ (સામ દામ દંડ ભેદ) વિગેરે સાધન જેઓ અવશ્ય હિતકારી પરિણામ આપી શકશે એવી ખાતરી વિનાના અથવા જેનાથી સંપૂર્ણ શુભ પરિણામ આવી ન શકે તેવા તે ઉપર બહુ આદર ન કરવો જોઈએ, પણ તેને બદલે એવું સાધન શોધવું જોઈએ કે જે અપવાદ વગરનું એક જ હોય એટલે તેના જેવું સંપૂર્ણ લાભદાયી ફળ આપનાર બીજું કઈ પણ સાધન ન હોય અને જે હમેશાને માટે હિતને સાથે તેવું અને કદિ નિષ્ફળ ન થાય તેવું હોય. મારા કહેવાની મતલબ એ છે કે સુંદર અનુષ્ઠાનરૂપ ઉપાય કરીને પ્રાણીએ એવા સ્થાનકે જવું કે જ્યાં એ જરા રૂજા વિગેરે સર્વ રાક્ષસીઓનો કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ જ થઈ શકે નહિ.”
પ્રક_મામા! એવું સ્થાન કર્યું છે કે જ્યાં એ જરા રૂ. વિગેરે સાતે રાક્ષસીઓને દોર જરા પણ ચાલતું ન હોય?”
નિવૃત્તિ નગરી. વિમર્શ–“હા ભાઈ ! એવું સ્થાન છે. એ નિવૃતિ નગરીના ના મથી સારી રીતે પ્રસિદ્ધ થયેલ છે; એ નગરી અનંત આનંદથી ભરપૂર છે અને એક વખતે પ્રાપ્ત થયા પછી વિનાશ વગરની છે એટલે એ સ્થાને ગયા પછી પાછું રાક્ષસીઓના દોરવાળા સ્થાનમાં આવવાનું થતું જ નથી. એ નગરી સર્વ ઉપદ્રથી તદ્દન રહિત હોવાને લીધે તેમાં રહેનારા પ્રાણીઓ ઉપર એ જરા રૂજા વિગેરે રાક્ષસીઓ પિતાને જરા પણ દોર ચલાવી શકતી નથી. એ નગરીમાં જે પ્રાણી જવાની ઈચ્છા રાખતો હોય તેણે પિતાની શક્તિ (વીર્ય)ના વિકાસ અને વધારા
૧ આ પરિપાટી વ્યવસ્થાનો વિષય ઘણોજ શાસ્ત્રીય છે. એના પર બહુ લખી શકાય તેમ છે, પણ અત્ર એ લેખ લખો તે અસ્થાને લાગે છે. ચના મેટા નિયમો આ બાબતમાં કામ કરે છે. મતલબ એ છે કે વ્ય. ઉપાયો કરવા, પણ તેમાં રાચી જવું નહિ અને પરિણામ ન ઇચ્છવા જેવું તો સમજી લેવું કે એવું જ પરિણામ આવવાનું હતું. નિરંતર ચારિત્ર ઊંચા રનું રાખવું એટલે ભવિષ્યમાં દુઃખપ્રસંગો ન આવે અથવા ઓછા આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org