________________
૧૦૧૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
એએ અહીં નિરંતર રહે છે, દુ:ખ ખમે છે, છતાં તેઓને જરાપણું કંટાળા આવતા નથી, કારણ કે મેં અગાઉ તારી પાસે જેમહામેાહ વિગેરે રાજાઓનું વર્ણન કર્યું હતું તે અંતરંગ પ્રદેશમાં રહીને પાતાની મહાત્ શક્તિથી આખા ભવચક્રના લોકોને પેાતાને વશ કરે છે તેઓ પોતાના દાર માનવાવાસ વિષ્ણુધાલય પશુસંસ્થાન અને પાપીપંજર ઉપર ચલાવે છે. વળી તેમાં આ આખા જગતને પોતાને વા કરવાનું અદ્ભુત કૌશલ્ય છે અને પોતાની શક્તિના ઉપયાગ તે પ્રાણીઓને મુંઝવવામાં જ કરે છે. પ્રાણીએ તેઓને વશ પડીને પછી કાંઇ સમજતા પણ નથી અને સંસારથી કંટાળતા પણ નથી, અને એ રાજાએ મોટા લુંટારા છે, ભારે ઠગારા છે, ખરેખરા પ્રાણીના શત્રુએ છે અને પ્રાણીને માટું દુઃખ આપનારા છે. છતાં વળી વધારે તાજીખીની વાત તેા એ કે ભવચક્રમાં રહેનારા પ્રાણીઓ તે રાજાને પેાતાના ખરેખરા મિત્ર સમજે છે, પેાતાના હિતેચ્છુ તરીકે ગણે છે, પેાતાના પર પ્રેમ રાખનાર તરીકે તેમને લેખવે છે અને પેાતાના ખરા સુખના કારણભૂત તેમને માને છે. એ પ્રમાણે મેહથી વિપર્યાસ પામેલા ચિત્તને લઇને તેઓ માની બેઠેલા છે. ભાઇ! આ ભવચક્રનગર અનેક પ્રકારનાં દુઃખેાથી જ ભરપૂર છે, છતાં વધારે નવાઇની વાત તેા એ છે કે એમાં રહેનારા ઘણાખરા પ્રાણીએ તેને સુખસમુદ્ર તરીકે માને છે, દુઃખમાંથી કેવી રીતે છૂટવું તેની ચિંતા દિ કરતા નથી, અહીં જ પડી રહેવામાં મેાજ માને છે અને મહામાઇ વિગેરેને પેાતાના અંધુએ જેવા ગણી તેમના સંબંધથી આનંદ માને છે. વળી કોઇ સમજી પ્રાણી તેને મળી આવે અને તે તેમને આ ભવચક્રની ઉપાધિથી મુક્ત થવાની સલાહ સમજણુ કે ઉપદેશ આપે તેને તેઓ પેાતાનું સુખ લઇ લેનારા ઢગ માને છે અને તેના ઉપકાર માનવાને બદલે ઉલટા તેના ઉપર રોષ કરે છે, એટલું જ નહિ પણ અહીં રહીને તેઓ એવાંજ કામે અને ક્રિયાઓ કરે છે અને સર્વથા પ્રયત્ન પણ એવી જ દિશામાં કરે છે કે તેના પરિણામે પાપકર્મ ઉપાર્જન કરીને આ ભવચક્રનગરમાં તેઓના પેાતાના વાસ વધારે સ્થિર અને દીર્ઘ કાળ માટે થાય. આવી રીતે મહામેાહ વિગેરે ભયં કર શત્રુએ તેમને વળગી પડેલા છે અને તેમને અહીં પટકી પાડવામાં તેઓ પોતાની સર્વ શક્તિના ઉપયોગ કર્યા કરે છે. એ સર્વ
૧ પ્રસ્તાવ પહેલામાં ધર્મબેાધકરને પ્રાણી લુંટારા જ જાણે છે. તે હકીકત અહીં વિચારવા જેવી છે. જુએ પૃ. ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org