________________
પ્રકરણ ૨૮ ]
સાત પિશાચી.
૧૦૦૫
કાર્ય તદ્દન ત્રીળું જ કરે છે, કોઇ વખત અનુકૂળ પડે તેમ લુચ્ચાઇથી ગરમ થઇ જાય છે, કોઇ વખત તંદ્દન ઠંડાગાર અની જાય છે, કાઇ વખત મધ્યમ સ્થિતિ ધારણ કરે છે એટલે બહુ ગરમ નહિ બહુ ઠંડી નહિ તેવી સ્થિતિ લઇ લે છે, સારાંશ કે તેઓ કોઇ માણસને સખ્ત તાવમાં સન્નિપાત થયા હોય તેમ એક સરખી સ્થિતિ-એક રૂપ રાખી શકતા નથી, વારંવાર દુર્જનતાને ફાવે તેવાં રૂપા ધારણ કરે છે.' આવી રીતે આ ચેાથી પિશાચણીનું અને તેને વશ પડેલાઓનું વર્ણન તને કરી બતાવ્યું, માત્ર તને તેની હકીકત સાંભળવાની ઘણી ઇચ્છા હતી તેથી જ એની વાત કરી બતાવી, બાકી મને તે એ પિશાચણી કે એને વશ પડેલાનાં નામ લેવાનું પણ મન થતું નથી.
૫. કુરૂપતા.
“ ભાઇ પ્રકર્ષ ! એ ચેાથી પિશાચણી ( ખલતા )નું તારી પાસે સંક્ષેપમાં વર્ણન કરી બતાવ્યું. હવે તને ટુંકામાં કુરૂપતા નામની પાંચમી દારૂણ સ્ત્રી છે તેની હકીકત કહી સંભળાવું છે. અગાઉ ચિત્તવિક્ષેપ મંડપનું તારી પાસે વર્ણન કર્યું તે વખતે છેંતાળીશ માણસના પરિવારથી પરવરેલા નામ નામના પાંચમા રાજનું તારી પાસે વર્ણન કર્યું હતું તે તને યાદ હશે. એ નામ નામનેા રાજા અતિ દુષ્ટતાપૂર્વક આ કુરૂપતા( કદરૂપાપણાં)ને ભચક્ર નગરમાં મેાકલી આપે છે. એ કુરૂપતાને પ્રેરણા કરનાર મહારનાં ઘણાં કારણેા દેખાય છે અને તેને લઇને કુરૂપતા થતી જાય છેઃ દાખલા તરીકે અનિયમિત અને ખરાબ આહાર અને વિહાર ( ગમન કરવું વિગેરે)ને પરિણામે શરી
૧ દુર્જનતાનાં રૂપે માટે જેટલું વર્ણન કરવામાં આવે તેટલું ઓછું છે. જેટલી ખરાબ સ્થિતિએ દુનિયામાં થઇ શકે તેની કલ્પના કરવામાં આવે તે તે સર્વ આ ખલતામાં આવે છે. લુચ્ચા માણસની રીતિ જ એવી વિચિત્ર હાય છે કે એના ઉપર જેમ અવલેાકન કરવામાં આવે તેમ વધારે ઊંડાણમાં લુચ્ચાઇ મળે. સજ્જન પુરૂષ એ રીતિ સમજી પણ શકતા નથી અને સમજવા પ્રયત્ન કરવા એ તેમને ગમતું પણ નથી.
૨ જીએ પૂ. પ૯.
૩ નામકર્મ પૈકી નિર્માણ નામકર્મથી અવયયેા યોગ્ય સ્થાને ધાટસર થાય છે, સંસ્થાન નામ કર્મથી સારી આકૃતિ થાય છે, શુભ વિહાયે ગતિથી સારી ગતિ થાય છે, શુભ નામકર્મથી સારૂં શરીર થાય છે. અંગ ઉપાંગ અને અંગેાપાંગ પણ સારાં થવાં એ પુણ્યાય છે અને નામકર્મપ્રેરિત છે. એથી ઉલટાં કર્મોથી સર્વ કદરૂપું થાય છે. નામકર્મનું સ્વરૂપ પ્રથમ કર્મગ્રંથમાં વિસ્તારથી આપવામાં આવ્યું છે. પુણ્ય અને પાય તત્ત્વ (નવ તત્ત્વ)ને વિસ્તાર નવતત્ત્વમાંથી સાધારણ પ્રકારે મળી આવે છે તે જુઓ.
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org