________________
૧૦૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
રમાં રહેલ કફ વિગેરે પ્રકાપ પામે છે અને તેને પરિણામે કદરૂપતા થાય છે, પણ એ સર્વ બહારનાં કારણુ છે; તાત્ત્વિક કારણ તેા એ નામકર્મ રાજાની પ્રેરણા જ છે. હવે એ પિશાચણીની શક્તિ કેટલી છે તે તું સમજી લે એ જ્યારે મનુષ્યના દેહમાં વર્તતી હાય છે ત્યારે એ પ્રાણીનું આંખને મહા ઉદ્વેગ થાય તેવું રૂપ કરે છે, ઉપરાંત વળી તે પોતાની સાથે (પ્રાણીમાં) લંગડાપણું લાવે છે, પ્રાણીને અફીણી એદી જેવા બનાવે છે, ઠીંગણા વામનજી જેવા બનાવે છે, આંધળા કરે છે, દમલેલ કરે છે, શરીરે ખાડખાંપણવાળા કરે છે અથવા લાંબા તાડ જેવા કરે છે. આ સર્વે લંગડાપણું, નખળાઇ, કુબડાપણું, વામનજીપણું, લાંબાપણું વિગેરે એ કુરૂપતાના પરિવારમાં હાય છે અને તે તેની સાથે આવે છે. પેાતાના પરિવારની સાથે આવીને એ' પિશાચણી આનંદથી વિલાસ કરે છે અને મનમાં મલકાયા કરે છે.
“વળી વધારે ખૂમિની વાત તે એ છે કે એજ નામ મહારાજએ હોંસમાં આવીને એક સુરૂપતા' નામની દાસીને પ્રેરણા કરીને આ ભવચક્રમાં મેકલી આપી છે. જોકે સુરૂપતા ( સારૂં રૂપ હેાવાપણું )ને ઉત્પન્ન કરનાર કેટલાંક બાહ્ય કારણા પણ જણાવવામાં આવે છે, જેમકે સારા અને નિયમિત આહાર વિહારથી પ્રાણીને સુંદર રૂપ-આકૃતિ થાય છે, પણ એનું તાશ્ર્વિક કારણ તેા એ નામ મહારાજાપ્રેરિત સુરૂપતા જ છે. એ જ્યારે
આ પ્રાણીના સંબંધમાં આવે છે ત્યારે તેને એવા સુંદર બનાવે છે કે કોઇ તેની સામું જુએ તેા જોનારની આંખ ઠરે અને હર્ષમાં આવી ાય, એના દેખાવ ઘણા જ પ્રસન્નતા કરે તેવા તે બનાવે છે, એની આંખા તે કમળ જેવી બનાવે છે અને એનાં શરીરનાં પ્રત્યેક અવયવ ચેાગ્ય જગ્યાએ શાલે તેવાં તેટલાં લાંમાં ટુંકાં જાડાં પાતળાં મનાવી આપે છે, જાણે એક હાથી ચાલતા હોય તેના જેવી તેની રમણીય ચાલ મનાવે છે અને જાણે સાક્ષાત્ દેવકુમાર હોય તેવું તેનું રૂપ બનાવી દે છે અને આવું સુંદર રૂપ બનાવીને તે લોકોને આનંદ આપનારી સુરૂપતા કૃતાર્થ થાય છે. એ સુરૂપતા અને કુરૂપતાને કુ દરતી રીતે જ મેાટી દુશ્મનાઇ છે. એ સુરૂપતાને મારી નાખીને રાક્ષસી કુરૂપતા ચેાગિનીની માફક પ્રાણીઓનાં શરીરમાં પ્રગટ થાય છે. પછી આપડા પ્રાણીઓ સુંદર રૂપ આકૃતિ વગરના તદ્દન કદરૂપા થઇને એવા ખરાબ લાગે છે કે લોકો તેમની સામું જુએ તે તેમની નજરનેપણુ
Jain Education International
સુરૂપતા.
૧ અહીં બેંગાલ રા. એ. સાસાયટિવાળા મૂળ પુસ્તકનું પ્ર. ૬૫૧ શરૂ થાય છે. ૨ તુએ સદર નં. ૩. પૃષ્ઠ ૧૦૦૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org