________________
१००४
ઉપમિતિ ભવપ્રપંચો કથા.
સુંદર ઘટના કરી આપે છે. એની વધારે સારી બાબત તે એ છે આ ભવચક્રમાં જ પ્રાણુઓમાંના કેટલાકને તે પોતાના અત્યંત સૌદર્યના યોગે તે મિથ્યાત્વને દૂર કરી એટલી બધી સારી બુદ્ધિ આપે છે કે પ્રાણુ સામાન્ય જનપ્રવાહથી ઘણે ઊંચે ચઢી જાય, આગળ નીકળી આવે અને અનુકરણગ્ય થઈ જાય. આવું ઘણું સુંદર કામ સૌજન્ય આ ભવચકમાં કરે છે તે સૌજન્યની સાથે એ પિશાચણી ખલતા મોટી દુશમનાઈ રાખે છે, એનું કારણું ઉઘાડું છેઃ એ (સૌજન્ય અમૃત છે ત્યારે આ બાઇશ્રી ખરેખર કાળકટ વિષથી પણ અધિક છે. એ પાપી સ્ત્રી પોતાના પરાક્રમથી સૌજન્યનું ખૂન કરે છે અને પછી આ (ભવચક્ર) નગરના માણસોને પોતાના પરિવાર સહિત એ એવી તો સખ્ત રીતે વળગી પડે છે, ભેટી પડે છે કે કોઈ વાત કરવાની નહિ ! વળી વધારામાં એ પોતાની સાથે પોતાના પરિવારને પણ લેતી આવે છે. એના સંબંધમાં આવવાથી અલબત સૌજન્ય તે ચાલ્યું જ જાય છે, અને ત્યાર પછી પ્રાણીઓ જે ચેષ્ટા કરે છે તે વાત તે કાંઈ બોલવા જેવી નથી, માત્ર ટુંકામાં તને એની અસર તળે માણસો કેવાં કેવાં વર્તન કરે છે તે કહી જઉં ખલતાની અસર નીચે આવ્યા પછી માણસો અનેક પ્રકારનાં કપટ કરે છે, અન્યને છેતરવા તૈયાર થઈ જાય છે, દ્વેષમંત્રથી દબાઈ જાય છે, કે ષમય થઈ જાય છે, સ્નેહસંબંધને તિલાંજલિ આપી દે છે, ઉઘાડા લુચ્ચા થઈ જાય છે, એક પણ સારું કામ તેમને અડે તો તેઓ અભડાઈ જાય એવી સ્થિતિ તેમની થઈ જાય છે, કેઈ તેમના પરિચિત હોય તેની સામે કુતરાની જેમ ઉલટા તેઓ ઘુરકતા-ભસતા જાય છે પિતાના ખાસ સંબંધીઓને પણ ખાઈ જઈને કૂતરાથી પણ વધે છે, પોતાના જ્ઞાતિવગે કે વિભાગના રિવાજેથી ઉપરાંઠ થઈને ચાલે છે, અન્યનાં છિદ્રો-ગુહ્ય બાબતે ઉઘાડાં પાડે છે, સ્થિરમાણુસેને કે વસ્તુઓને નીચે પાડે છે, અસ્થિર બનાવી દે છે, સ્થિર કાર્યની હારને તેડી નાખતાં એ ખળરૂપ ઊંદરે સર્વત્ર ઉદ્વેગ ઉદ્વેગ કરી મૂકે છે, વાતાવરણ આખું વિષમય બનાવી દે છે અને જીવનને બોજારૂપ કરી મૂકે છે, ચિત્તમાં કઈ જૂદીજ બાબતને વિચાર કરતા હોય છે, વચનથી વાત તદ્દન બીજી જ કરે છે અને એ લુચ્ચાઓ લુચ્ચાઈની અસરતને
૧ કૂતરા પોતાના વર્ગના પ્રાણીને ભસે છે પણ તેમને ખાઈ જતા નથી અને ખલતાયુક્ત પ્રાણુઓ-ખળે તો સામાને ખાઈ પણ જાય છે.
૨ ઉદરો ગોઠવેલી વસ્તુની હારને દોડાદોડમાં પાડી નાખે છે તે દરરોજના અનુભવને વિષય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org