________________
પ્રકરણ ૨૮]. સાત પિશાચીએ.
૧૦૦૩ અહીં તહીં ફેરવે છે; હવે તને જ્યારે બધી હકીકત સાંભળવાનું કૌતુક થયું છે તે ચોથી ખલતા નામની પિશાચણી છે તેની હકીકત પણ બરાબર સમજાવું છું. મૂળ રાજા(કર્મપરિણામ)ને પાપોદય નામને એક સેનાની છે તે આ ખલતાને ભવચક્રનગરમાં પ્રેરણું કરીને મોકલે છે. દુર્જનનો સંગ, તેની સાથે સંબંધ એથી પણ એ ખલતા પ્રેરાતી હોય એમ દેખાય છે, પણ તત્વદષ્ટિએ વિચાર કરવામાં આવશે તે જણાશે કે એને અસલ હેતુ તે પાપોદય જ છે, કારણ કે એ દુર્જનસંગ પણ પાપદયને લીધે જ થાય છે. એ ખલતા જ્યારે શરીરમાં વર્તતી હોય છે ત્યારે તે પિતાની શક્તિ અનેક પ્રકારે બતાવે છે. પ્રાણુઓનાં મનને તે પાપ તરફ ઢળતું કરે છે, પાપ કરવાની ઈચ્છાવાળું કરે છે અને પાપ તરફ પ્રેમવાળું બનાવે છે. લુચ્ચાઈ, ચાડીયુગલી, ખરાબ વર્તન, પારકાં અપવાદ, ગુરૂ મહાત્માને કેહ, મિત્રને કહ, કરેલા ગુણને વિસારી અપકાર કરવાપણું (કૃતધ્રપણું), લજજારહિતપણું, અભિમાન, અદેખાઈ, પરમર્મઉદ્ઘાટન (ખેલવાં તે), ધીઠાઈ (ધૃષ્ટતા) પરપીડન તેમજ ઈર્ષા વિગેરે એ ખલતાના સહચારીઓ જાણવા. મૂળ મહારાજા કર્મપરિણામને એક બીજો મહા ઉત્તમ સગુણી
સેનાની છે તેનું નામ પુદય છે. આ પુણ્યોદય સૌજન્ય. નામના સેનાનીએ પોતાના તરફથી સૌજન્યર નામના
મહા ઉત્તમ માણસને આ ભવચક્રનગરમાં મોકલી આપેલ છે. સૌજન્ય વળી પિતાની સાથે સારી શક્તિ, ધીરજ, ગંભીરતા, વિનય, નમ્રતા, સ્થિરતા, મીઠાં વચન, પરોપકાર, ઉદારતા, દાક્ષિણ્ય, કૃતજ્ઞત્વ (કરેલ ગુણેની બુઝ), સરળતા વિગેરે અનેક સેનાનીઓને લઈને આવે છે. તે જ્યારે મનુષ્યના સંબંધમાં આવે છે ત્યારે તે માણસના મનને એકદમ મનહર બનાવી દે છે અને તેને સારા અમૃત જેવું સુંદર કરી મૂકે છે; તે ઉપરાંત વળી એ સૌજન્ય વિશુદ્ધ ધર્મની અને લોકેની મર્યાદા મુકરર કરે છે, તેમાં સુંદર આચાર પ્રવતવે છે, લોકોમાં મિત્રતા વધે તેવી સલાહ આપે છે અને લોકોમાં અરસ્પર સાચી રીતે સારે વિશ્વાસ બેસે એવી ઘણું
૧ ખલતાઃ લુચ્ચાઇ, દશે, દુર્જનતા.
૨ સૌજન્યઃ સજ્જનતા. સારા માણસ હોવાપણું. સૌજન્ય ઉપર એક પણે લાં લેખ શ્રી જન ધર્મ પ્રકાશમાં ભા. ક. એ લખ્યું છે ત્યાંથી તે વિચારી જો, આ લેખ વાડા વખતમાં પુસ્તકાકારે બહાર પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org