________________
૩૨
ઉપમિતિ ભવપ્રપંચ કથાછીએ તે સર્વ ગળી તેની સેવા કરીએ. આવો સંદેશ સાંભળી હરાયના સેવકો સર્વ ઉછળી પડ્યા, લડવા આહાન કર્યું અને વાતને તુકારી દીધી. પછી ચિત્તવૃત્તિ અટવીને છેડે મેહરાય ચારિત્રરાજનું મોટું યુદ્ધ થયું, પ્રકાશ અંધકાર થયે, શેરબકોર થયે અને ચારિત્રરાજનું લશ્કર ભાગવા માંડયું. માસીએ આ મોટું યુદ્ધ બતાવી મને કહ્યું કે કલહનું મૂળ વિષયાભિલાષ મંત્રીના પાંચ માણસને સાથે કરેલો ત્રાસ છે. એ નામો જણાતાં પ્રાણ એ પાંચમાં એક છે એમ સમજાયું. તો પિતાજી ! આ પ્રાણુ છે, એ આખી દુનિયાને વશ કરવા માટે નીકળી ૫ડેલો છે, તમારે તેને પરિચય કરવો સાર નથી.”
વિચારની વાત સાંભળી બુધ પિતાના નિર્ણયમાં ચુસ્ત થયા, ઘાણ સાથે પ્રેમ ઘટાડતો ચાલ્યો. મંદ તો દરરોજ ગંધમાં જ રહેવા લાગ્યા. હવે મન્દ લીલાવતી બહેનને ઘરે ગયો ત્યાં શેકપુત્રને મારવા ઝેરી ગંધનો પડે મૂકી રાખ્યો હતો તે સુંધતાં તે મરી ગયો.
બુધને બહુ નિર્વેદ થયે. દીક્ષા લીધી. મહાત્મા કહે છે કે એ બુધ હું પોતે છું.
પૃ. ૧૫-૧૩૨૧. પ્રકરણ ૨૦ મું-વિમળા દીક્ષા-બુધસૂરિએ સ્વચરિત્ર કહી રાજાને નિર્ભય સ્થાનમાં પ્રવેશવા પ્રેરણા કરી. ધવળરાજે સર્વ લોકોને પણ સજજ કર્યા, સાથે વિમળ કુમાર પણ તૈયાર થયો. રાજાએ તેના વિચાર જાણે આનંદ બતાવ્યો. રાજ્યાસને કમળ નામના નાના પુત્રને બેસાડ્યો. અઠ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો અને સર્વત્ર આનંદ પ્રસર્યો.
પૃ. ૧૩૨૨-૧૩૨૫. પ્રકરણ ૨૧ - વામદેવની નાસભાગ. ઉપદેશ સાંભળનાર સર્વ જીવોને કાંઈ કાંઈ તો લાભ થયો, પણ વામદેવ તો જરા પણ સુધર્યો નહિ. એને ચિંતા થઈ કે વિમળ એને દીક્ષા અપાવવા આગ્રહ કરશે એટલે પોતે ત્યાંથી પોબારા ગણુ ગયે, બીજે બહુ દૂર ભાગી ગયો. વામદેવ માટે વિમળે ઘણુ તપાસ કરાવી પણ પત્તો ન લાગ્યો. છેવટે એણે પ્રેમને લઈને એના સંબંધી આચાર્યશ્રીને પૂછ્યું એટલે તેઓએ જણાવ્યું કે એ તો નાસી થયો છે, એને ભય હતો કે એને દીક્ષા લેવી પડશે; પછી એ અભવ્ય છે કે કેમ? અને એને છુટકારો કયારે થશે ? એમ પૂછતાં આચાર્યશ્રીએ કહ્યું કે બહલિકા અને તેને પરિચય એ છોડશે ત્યારે એને
ટકારો થશે. વિશદમાનસ નગરે શાભાભિસન્ધિ રાજાની શદ્ધતા અને પાપભીરતા નામની એ પતીઓ છે, શુદ્ધતાથી એને હજુતા નામની દીકરી થયેલી છે અને પાપભીરુતાથી અચૌર્યતા દીકરી થયેલી છે. એની સાથે પેલા વામદેવના લગ્ન થશે ત્યારે એને છૂટકારે થશે, હાલ તે ધર્મપ્રાપ્તિ માટે એ અયોગ્ય છે.
મૃ. ૧૩૨૫-૧૩૨૯, પ્રકરણ ૨૨ મું-જામદેવના હાલહવાલ વામદેવ નાસીને કાંચનપુર ગયો. ત્યાં સરળશેઠને મળ્યો. શેઠે એને ધીરજ આપી. બંધુમતી ભાર્યાને કહી એને પુત્ર તરીકે રાખે. બધે કારભાર તેને સોંપ્યું અને ભવિષ્યને વારસ ઠરા. પણ વામદેવ તે તેની અસરતળે જ હતો અને ચોરી કરવાને લાગ શોધતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org